મનોરંજન

પ્રેગ્નેન્સીની ચર્ચાઓ વચ્ચે બિપાશા બાસુની તસ્વીરો આવી સામે

Text To Speech

ફિલ્મ અભિનેત્રી બિપાશા બાસુ પ્રેગ્નન્ટ છે અને ટૂંક સમયમાં બાળકને જન્મ આપવાની છે તેવી ચર્ચા કેટલાક સમયથી ચાલી રહી હતી આખરે બિપાશાએ પોતાની પ્રેગ્નેન્સીની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી છે. લગ્નના છ વર્ષ પછી બિપાશા બાસુ અને કરણસિંહ ગ્રોવર માતા-પિતા બનવા જઈ રહ્યા છે. ત્યારે પાછલા ઘણા દિવસોથી બિપાશા ની પ્રેગ્નેન્સીની વિષયની ઘણી ચર્ચાઓ થઈ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by bipashabasusinghgrover (@bipashabasu)

એક સોશિયલ મીડિયા પોસ્ટમાં બિપાશાએ આ એનાઉન્સમેન્ટ કરતાં લખ્યું છે કે જીવનમાં એક નવો તબક્કો શરૂ થઈ રહ્યો છે. વ્યક્તિગત રીતે જિંદગી શરૂ થઈ હતી પછી તેમાંથી અમે બે થયા અને હવે બે ના ત્રણ થઈ રહ્યાં છીએ. અમારા પ્રેમના અવતરણ રૂપે એક બાળક અમારી જિંદગીમાં સામેલ થશે.

ઉલ્લેખનીય છે કે બિપાશા અને કરણ ગ્રોવરના લગ્ન 2016માં થયા હતા તે પછી બિપાશા પ્રેગનેટ હોવાની અટકળો એક થી વધુ વખત વ્યક્ત થઇ ચૂકી છે. જોકે આ વખતે ખુદ બિપાશા એ જ આ ન્યુઝ કન્ફર્મ કરતાં સમગ્ર બોલીવુડ માંથી તેના પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : દેબીના બેનર્જી-ગુરમીત ચૌધરી બનવા જઈ રહ્યા છે ફરી માતા-પિતા

બોલીવુડની બીજી બે અભિનેત્રીઓ આલિયા ભટ્ટ અને સોનમ કપૂર પણ પ્રેગ્નન્ટ છે. આલિયાની ડિલિવરી ડેટ ડિસેમ્બરમાં આવવાની છે. જ્યારે સોનમ કપૂરની પણ ચર્ચા ચાલી રહી છે.

Back to top button