આર્યન ખાન ડ્રગ કેસની તપાસમાં અનેક ખામીઓ,NCB અધિકારીઓની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ


બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનના ડ્રગ કેસમાં NCB અધિકારીઓની અનેક મોટી ખામીઓ સામે આવી છે જેનાસ કારણે NCB અધિકારીઓની સામે હવે વિભાગીય ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આમાંના કેટલાક અધિકારીઓ હજુ પણ NCB સાથે જોડાયેલા છે અને કેટલાક અન્ય એજન્સીઓમાં ગયા છે, તે તમામે તમામ અધિકારીઓ કાર્યવાહીનાની માંગ કરવામાં આવી છે.
અધિકારીઓને સજાની માંગ
CCA ના નિયમો મુજબ, વિજિલન્સ ટીમને તપાસ દરમિયાન જોવા મળેલી ગરબડના આધારે સજાની ભલામણ કરવાની સત્તા છે. તેમજ મામલો ખૂબ ગંભીર હોય તો અધિકારીઓને તેમની સેવાઓમાંથી દૂર કરવા અથવા નિયમો અનુસાર સજા કરવા માટે માંગણી કરી છે.

NCBએ ચાર્જશીટ રજૂ કરી
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની વિજિલન્સ ટીમે ગંભીર તકેદારી ક્ષતિઓ અને ગેરરીતિઓ શોધી કાઢ્યા બાદ આર્યન ખાન ડ્રગ કેસમાં સાત-આઠ NCB અધિકારીઓ સામે ચાર્જશીટ રજૂ કરી છે. વિજિલન્સ ટીમે તેની તપાસ દરમિયાન સમીર વાનખેડે અને તેની ટીમ સામે ખંડણીના આરોપો શોધવા માટે શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીનું વિડિયો નિવેદન પણ રેકોર્ડ કર્યું હતું, પરંતુ ખંડણી કરી હોવાના કોઈ પુરાવા મળ્યા ન હતા.
NCB ટીમની આ ખામીઓ સામે આવી હતી
સૂત્રોના જણાવ્યા અનુસાર, જુલાઇમાં ડીજી એનસીબીને 3000 પાનાનો અહેવાલ સુપરત કરનાર વિજિલન્સ ટીમે સમીર વાનખેડે અને તેમની ટીમ દ્વારા NCB ઝોનલ ડિરેક્ટર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન હાથ ધરાયેલી તપાસમાં ગંભીર ગેરરીતિઓ અને તકેદારીની ખામીઓ મળી આવી છે. વિજિલન્સની ટીમે ડ્રગ પાર્ટીમાં દરોડા દરમિયાન વિવિધ ગેરરીતિઓનો પર્દાફાશ કર્યો હતો. આર્યન ખાન કેસની તપાસ કરી રહેલી NCB SITને આર્યન ખાનનો મામલો સોંપ્યા બાદ આ કેસમાં ક્લીનચીટ આપી દીધી હતી. પૂછપરછ દરમિયાન વિજિલન્સ ટીમે NCB અધિકારીઓ સહિત 65 સાક્ષીઓના નિવેદનો નોંધ્યા હતા. દરેક સાક્ષીના નિવેદનો કેમેરામાં રેકોર્ડ કરવામાં આવ્યા હતા અને એનસીબીના કેટલાક અધિકારીઓએ તેમના નિવેદનોમાં ચાર-પાંચ વખત તેમના નિવેદનો રેકોર્ડ કર્યા હતા.

શું હતો આર્યન ખાનનો કેસ
મુંબઈ ગોવા જઈ રહેલા ક્રૂઝ પર NCBએ 2 ઓક્ટોબર 2021ના રોજ અચાનક દરોડા પાડ્યા હતા. આ દરમિયાન શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની પણ ધરપકડ કરવામાં આવી હતી. આર્યન ઘણા દિવસો સુધી જેલમાં રહ્યા બાદ જામીન મેળવવામાં સફળ રહ્યો હતો. ત્યાર બાદ તપાસ કરી રહેલા અધિકારીઓની ખામી જણાતા અનેક સવાલ ઉઠ્યા હતા. જેને લઈને તપાસ કરતા અનેક ખામીઓ સામે આવી હતી.
આ પણ વાંચો: શાહરૂખાનના પુત્ર આર્યનને મળ્યો પહેલો બ્રેક