ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન

BIG NEWS: સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ

Text To Speech

મુંબઈ, 16 જાન્યુઆરી 2025: ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો થયો છે. તે ઘાયલ થઈ ગયો છે. તેમને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. સૈફ અલી ખાનના ઘરમાં ચોર ઘુસી ગયો હતો. કહેવાય છે કે સૈફ અલી ખાનના બાંદ્વાવાળા ઘરમાં ચોર ઘુસી ગયો હતો. આ દરમ્યાન એક ચોરે સૈફ અલી ખાન પર હુમલો કર્યો હતો, જેમાં તે ઘાયલ થઈ ગયો છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, આ ઘટના રાતના લગભગ 3 વાગ્યે થઈ છે. એક ચોર સૈફના ઘરમાં ઘુસ્યો હતો. આ દરમ્યાન અમુક નોકર ઊંઘમાંથી ઉઠ્યા. તેમને ચિસો પાડી. સૈફ અલી ખાનની ઊંઘ પણ ઉડી ગઈ. તે બહાર આવ્યો. તેણે ચોરને પકડવાની કોશિશ કરી. આ દરમ્યાન ચોરે સૈફ પર ચાકૂથી હુમલો કરી દીધો. તે ઘાયલ થઈ ગયો. ઘરના નોકર અને અમુક સભ્યો સૈફને હોસ્પિટલે લઈ ગયા. તેમને દાખલ કર્યા. રાહતની વાત એ છે કે, સૈફને ગંભીર ઈજા થઈ નથી.

કરીના અને બાળકો સુરક્ષિત

સૈફની પત્ની અને એક્ટ્રેસ કરીના કપૂર અને તેમના બાળકો સુરક્ષિત છે. પરિવારે હાલમાં આ ઘટના પર કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. તો વળી આ ઘટના બાદ ફરાર થઈ ગયો છે. મુંબઈ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેને પકડવામાં લાગી ગઈ છે. ઘરની આજુબાજુમાં લાગેલા સીસીટીવી તપાસ કરી રહી છે.

એનસીપી નેતા સુપ્રિયા સુલેએ સૈફ અલી ખાનના પરિવાર સાથે ફોન પર વાત કરી છે. તેમણે કહ્યું કે, પોલીસ તપાસ કરી રહી છે પરિવારનું સ્ટેટમેન્ટ આવવું જોઈએ. કોઈના પણ ઘર પર હુમલો થાય તે ખરાબ વાત છે.

મુંબઈ પોલીસે શું કહ્યું?

સૈફ અલી ખાન પર થયેલા હુમલા પર મુંબઈ પોલીસે જણાવ્યું કે, ગત રાતે એક અજાણ્યો શખ્સ એક્ટરના ઘરમાં ઘુસ્યો હતો. ત્યાં નોકરાણી સાથે બોલાચાલી કરી. સૈફે બંનેની વચ્ચે આવી શખ્સને સમજાવવાની કોશિશ કરી. ગુસ્સામાં આવીને આ શખ્સે સૈફ અલી ખાન પર હુમલો કર્યો. બંને વચ્ચે હાથાપાઈ પણ થઈ. આ દરમ્યાન સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો કરી દીધો. આ મામલે તપાસ ચાલી રહી છે.

એક્ટરની ટીમ તરફથી ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવ્યું છે. જેમાં જણાવ્યા અનુસાર, સૈફના ઘર પર ચોરીની કોશિશ થઈ હતી. હાલમાં હોસ્પિટલમાં તેમની સર્જરી થઈ રહી છે. અમે મીડિયા અને ફેન્સને ધૈર્ય રાખવાની અપીલ કરીએ છીએ. આ પોલીસ કેસ છે. અમે આપને સ્થિતિ વિશે અપડેટ આપતા રહીશું.

આ પણ વાંચો: અદાણી ગ્રુપને બદનામ કરનારા હિંડનબર્ગ રિસર્ચની દુકાનને તાળા લાગ્યા, માલિકે કંપની બંધ કરવાની જાહેરાત કરી

Back to top button