મનોરંજન

બોલિવૂડ એક્ટર દીપક તિજોરીએ પ્રોડયૂસર વિરુદ્ધ નોંધાવી ફરિયાદ, લગાવ્યો આ ગંભીર આરોપ

Text To Speech

બોલિવૂડ એક્ટર અને ડિરેક્ટર દીપક તિજોરીએ કો-પ્રોડ્યુસર મોહન નાદર પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. તેણે દાવો કર્યો હતો કે નાદારે તેની સાથે 2.6 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે.

અભિનેતા દીપક તિજોરીએ નોંધાવી ફરિયાદ

બોલિવૂડ અભિનેતા દીપક તિજોરીએ તેમના સહ-નિર્માતા મોહન નાદર સામે અંબોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેઓએ આરોપ લગાવ્યો છે કે મોહને તેની પાસેથી થ્રિલર ફિલ્મ બનાવવાના નામે 2.6 કરોડ રૂપિયા લીધા અને તેની સાથે છેતરપિંડી કરી છે.

દિપક તિજોરી-humdekhengenews

2.6 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ

બોલિવૂડ એક્ટર અને ડિરેક્ટર દીપક તિજોરીએ કો-પ્રોડ્યુસર મોહન નાદર પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. તેણે દાવો કર્યો હતો કે નાદારે તેની સાથે 2.6 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. અભિનેતાએ તેના વિરુદ્ધ અંબોલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. અભિનેતાએ આરોપ લગાવ્યો છે કે ‘ટિપ્સી’ નામની થ્રિલર ફિલ્મ બનાવવાના બહાને મોહને છેતરપિંડી કરી અને તેની પાસેથી 2.6 કરોડ રૂપિયા લીધા. આ મામલે પોલીસે આઈપીસીની કલમ 420 અને 406 હેઠળ કેસ નોંધ્યો છે.

ફિલ્મ બનાવવાના નામે 2.6 કરોડ રૂપિયા લીધા

મળતી માહિતી મુજબ, દીપક તિજોરીએ જણાવ્યું હતું કે 2019માં અમે ટિપ્સી નામની ફિલ્મ માટે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો. જેના માટે નાદારે મારી પાસેથી પૈસા લીધા હતા. અને જ્યારે મેં આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ફરિયાદ કરવાની ધમકી આપી ત્યારે નાદરે મને ખાલી બેંક ખાતાના ચેક આપ્યા હતા. તેણે કહ્યું હતું કે તે આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં કરશે. આ બહાને તેણે પૈસા ભેગા કર્યા હતા. પરંતુ ઘણો સમય વીતી ગયા પછી પણ તેને પૈસા પરત કર્યા નહતા.

15 માર્ચે મોહન નાદર વિરુદ્ધ FIR નોંધાવી

જણાવવામાં આવી રહ્યું છે કે દીપક તિજોરીએ 15 માર્ચે મોહન નાદર વિરુદ્ધ FIR નોંધાવી હતી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, દીપક તિજોરીએ ફરિયાદ નોંધાવી છે, તેમાં આરોપ છે કે તેણે ફિલ્મના સહ-નિર્માણ માટે કરાર કર્યો હતો. તેમની પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા અને પરત કર્યા નથી. દીપકને આપેલા ચેક પણ બાઉન્સ થયા. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે અને હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

આ પણ વાંચો  : આ શહેરમાં કોરોના દર્દીના ઘરની બહાર લાગ્યા હોમ ક્વોરન્ટાઈનના સ્ટીકર

Back to top button