ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ભયંકર દુર્ઘટનામાં 37 લોકોના મૃત્યુ, 39 લોકો ગંભીર રીતે ઘાયલ થયા, બોલીવિયામાં 2 બસ વચ્ચે અકસ્માત

Text To Speech

Bolivia 2 Bus Collision: સાઉથ બોલીવિયામાં હાઈવે પર થયેલી રોડ દુર્ઘટનામાં 37 લોકોના મૃત્યુ થયા છે. લગભગ 40 લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના બે બસો ટકરાઈ હતી. દુર્ઘટના બેલેન્સ બગડવાના કારણે થઈ, જેના કારણે એક બસ ડિવાઈડર તોડીને બીજી લેનમાં આવી ગઈ અને અન્ય વાહનો સાથે અથડાઈ થઈ ગઈ હતી. દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં બે બાળકો પણ સામેલ છે.

પોલીસ કમાંડર વિલ્સન ફ્લોરેસે દુર્ઘટનાની પુષ્ટિ કરી અને જણાવ્યું કે, એક બસના ડ્રાઈવરની હાલત નાજુક છે અને બીજી બસના ડ્રાઈવરની હાલત હવે સ્થિર છે. ઘાયલ લોકો પણ ખતરામાંથી બહાર છે. મૃતદેહોને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ કરાવીને પરિવારને સોંપી દેવામાં આવ્યા છે. દુર્ઘટનાનો કેસ નોંધી ટક્કર થવાના સાચા કારણો શોધવામાં આવશે.

ડ્રાઈવરનો આલ્કોહોલ ટેસ્ટ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે

ઈંડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, પોલીસ કમાંડર વિલ્સન ફ્લોરેસે જણાવ્યું કે, દુર્ઘટના હાઈવે પર ઉયૂની અને કોલચાની વચ્ચે થઈ. ઉયૂનીથી લગભગ 5 કિમી દૂર દુર્ઘટનાનો શિકાર થયેલી એક બસ ઓરુરો શહેર જઈ રહી હતી. જ્યાં લેટિન અમેરિકાના સૌથી મોટા તહેવારમાંથી એક પ્રસિદ્ધ ઓરુરો કાર્નિવલ ચાલી રહ્યો હતો.

આ કાર્નિવલમાં ભાગ લેવા માટે લોકો જઈ રહ્યા હતા કે દુર્ઘટનાનો શિકાર થઈ ગયા. આ કાર્નિવલમાં હજારો લોકો ભાગ લેતા હોય છે. પોલીસ અધિકારી બંને ડ્રાઈવરોના આલ્કોહોલ ટેસ્ટના રિપોર્ટ આવવાની રાહ જોઈ રહ્યા છે. જો રિપોર્ટ પોઝિટીવ આવશે તો ડ્રાઈવર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમને આકરી સજા થઈ શકે છે.

આ પણ વાંચો: પાટીદાર અનામત આંદોલન: હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા સહિતના નેતાઓને મોટી રાહત, રાજદ્રોહના કેસ કોર્ટે રદ કર્યા

Back to top button