ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

બોઇંગે ભારતમાં બેંગલુરુ ટેકનોલોજી સેન્ટરમાંથી 180 કર્મચારીઓની કરી છટણી

બેંગલુરુ, 24 માર્ચઃ એરક્રાફ્ટ ઉત્પાદક અમેરિકી કંપની બોઇંગે બેંગલુરુમાં પોતાના એન્જનીયરીંગ ટેકનોલોજી સેન્ટરમાંથી 180 કર્મચારીઓની છટણી કરી છે. કંપની દુનિયાભરમાં પોતાની ઓફિસોમાંથી કર્મચારીઓની સંખ્યા ઘટાડી રહી છે. ભારતમાં બોઇંગના 7000 જેટલા કર્મચારીઓ છે. કહેવાય છે કે હાલમાં બોઇંગ વૈશ્વિક સ્તરે અનેક પડકારોનો સામનો કરી રહ્યુ છે. કંપનીએ પાછલા વર્ષે પોતાની વર્કફોર્સમા 10 ટકાનો ઘટાડો કરવાની વાત કરી હતી.

કરવામાં આવેલી છટણી અંગે કંપનીએ કોઇ પ્રતિક્રિયા આપી નથી ત્યારે સૂત્રોના અનુસાર કંપનીના સ્ટ્રેટેજિક એડજસ્ટમેન્ટ અનુસાર કેટલાક પદો પર ઘટાડો કરવાનુ જરૂરી છે, પરંતુ તેનાથી ગ્રાહકો કે સરકારની નિયમોમાં કોઇ અસર પડે નહી સાથે એવુ પણ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યુ છે.

છટણી વિશે કંપનીએ શું કહ્યું?

કંપનીએ કહ્યું કે કેટલીક જૂના પદોને ખતમ કરવાની સાથે કેટલીક નવા પદોનું પણ સર્જન કરવામાં આવી રહ્યુ છે. કંપનીએ ભારતમાં ગ્રાહક સેવા, સલામતી અને ગુણવત્તાના ધોરણો જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને વધુ સંતુલિત રીતે છટણી કરી છે. એડવાન્સ એરોસ્પેસ બનાવવાનું કામ બેંગલુરુ અને ચેન્નાઈમાં બોઈંગ ઈન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી સેન્ટર (BIETC)માં થાય છે.

બોઇંગને મળ્યો મોટો કોન્ટ્રેક્ટ

આ દરમિયાન શુક્રવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી વાયુસેનાના સૌથી આધુનિક ફાઈટર એરક્રાફ્ટ બનાવવા માટે બોઈંગને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. જેના કારણે કંપનીના શેરમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો. નેક્સ્ટ જનરેશન એર ડોમિનેન્સ (એનજીએડી) પ્રોગ્રામ હેઠળ યુએસ એર ફોર્સ માટે બનાવવામાં આવનાર આ છઠ્ઠી પેઢીના ફાઇટર જેટને F-47 તરીકે ઓળખવામાં આવશે, જે પાંચમી પેઢીના F-22 રેપ્ટરને રિપ્લેસ કરશે.

ગયા વર્ષે પણ બોઇંગમાં છટણી કરવામાં આવી હતી

ગયા વર્ષે પણ બોઇંગે તેના કર્મચારીઓની છટણી કરી હતી. આ છટણી વૈશ્વિક સ્તરે કરવામાં આવી હતી, જેનું પ્રમાણ 10 ટકા જેટલુ હતું. આ બાબતની જાણકારી ધરાવતા લોકોએ જણાવ્યું છે કે બોઇંગના વૈશ્વિક વર્ક ફોર્સ કટના ભાગરૂપે, 2024ના ડિસેમ્બર ક્વાર્ટરમાં બેંગલુરુમાં બોઇંગ ઇન્ડિયા એન્જિનિયરિંગ ટેક્નોલોજી સેન્ટરમાં 180 કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. જો કે આ મામલે હજુ સુધી બોઈંગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.

આ પણ વાંચોઃ ઇન્ડસઇન્ડ બેન્કે એકાઉન્ટીંગ કેસની તપાસ ગ્રાન્ટ થોર્ન્ટનને સોંપી

Back to top button