કેનેડામાં ગુજરાતી યુવની લાશ મળી, અભ્યાસ અર્થે ગયેલ અમદાવાદના 26 વર્ષીય યુવકનું મોત
- કેનેડામાં અભ્યાસ અર્થે ગયેલા અમદાવાદના પાટીદાર યુવકની લાશ મળી
- ટોરેન્ટોમાં ત્રણ દિવસ પહેલા ગુમ થયાની નોંધાવી હતી ફરિયાદ
- પોલીસે યુવકના મોતનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી
છેલ્લા કેટલાત સમયથી વિદેશમાં રહેતા ગુજરાતીઓના મોતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. કેનેડાના ટોરેન્ટોમાં ત્રણ દિવસ પહેલા ગુમ થયેલા હર્ષ પટેલ નામના ગુજરાતી સ્ટુડન્ટની લેકમાંથી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. અમદાવાદનો પાટીદાર યુવક એક-દોઢ વર્ષ પહેલાં કેનેડામાં અભ્યાસ અર્થે ગયો હતો ત્યારે આજે તેનો મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
કેનેડામાં ગુજરાતી યુવકની લાશ મળી
મુળ અમદાવાદના હર્ષ પટેલ નામનો યુવક વર્ષ 2022માં કેનેડા અભ્યાસ અર્થે ગયો હતો. ત્યારે હર્ષ પટેલ બે દિવસથી ગૂમ હતો જે અંગે ટોરેન્ટો પોલીસને ફરિયાદ કરાતા પોલીસે આ યુવકની શોધખોળ શરુ કરી હતી. આ તપાસ દરમિયાન પોલીસને હર્ષ પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના અંગે પરિવારમને જાણ થતા પરિવારમાં શોકનું મોજુ ફરી મળી વળ્યું હતું.
મોતનું કારણ જાણવા તજવીજ શરુ
મૂળ અમદાવાદનો 26 વર્ષીય હર્ષ પટેલ કેનેડાની યોર્ક યુનિવર્સિટીમાં બિઝનેશ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરતો હતો. જે છેલ્લા બે દિવસથી ગૂમ થયો હતો. જેની પોલીસ દ્વારા શોધખોળ કરવામા આવી રહી હતી. આ દમિયાન ટોરેન્ટોમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવકનું ક્યા કારણો સર મોત થયુ તે અંગે હજુ સુધી કારણ જાણી શકાયું નથી પરંતુ શંકાસ્પદ રીતે યુવકની લાશ મળતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. મોત કયા કારણે થયું એ કહેવું અત્યારે મુશ્કેલ છે.જેથી હવે પીએમ રિપોર્ટ આવે પછી જ મોતનું સાચું કારણ જાણી શકાશે.
આ પણ વાંચો : ભર ઉનાળે આકાશી આફત વરસી ! રાજ્યમાં વીજળી પડવાથી 4 લોકોના મોત