ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આતંકી હુમલામાં જીવ ગુમાવનાર CRPF જવાનનો પાર્થિવ દેહ વતન લવાયો, માતાએ કહ્યું…

છિંદવાડા, 13 જૂન: મધ્યપ્રદેશના છિંદવાડામાં CRPF જવાન કબીર સિંહ ઉઇકેનો પાર્થિવ દેહ તેમના ઘરે પહોંચ્યો ત્યારે પરિવારના સભ્યોની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા. જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં કબીરે પોતાનો જીવ ગુમાવ્યો હતો. ભારતીય સેના લાંબા સમયથી જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આ ઓપરેશન દરમિયાન મંગળવારે (11 જૂન) સાંજે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. આ અથડામણમાં કબીર સિંહ ઉઇકે ઘાયલ થયા હતા અને ત્યાર બાદ શહીદ થયો.

 

10 તારીખે તો તે ઘરે આવવાનો હતો: કબીર સિંહની માતા

કબીર સિંહ ઉઇકેના પાર્થિવ દેહને જ્યારે તેમના ઘરે લાવવામાં આવ્યો ત્યારે પરિવારના તમામ સભ્યોને ભારે આઘાત લાગ્યો હતો. કબીર સિંહની માતા કહી રહ્યા હતા કે, ‘તેમણે બપોરે 2 વાગ્યાની આસપાસ તો કબીર સાથે વાત કરી હતી. તે 10 તારીખે તો ઘરે આવવાનો હતો.’

 

DIGએ આપ્યું આશ્વાસન

CRPFના ઘણા વરિષ્ઠ અધિકારીઓ કબીરના પાર્થિવ દેહને લઈને તેમના ઘરે પહોંચ્યા હતા. આવી સ્થિતિમાં કબીર સિંહની માતા રડી પડી હતી ત્યારે ડીઆઈજી નીતુએ તેમને સાંત્વના આપી હતી. કબીર મધ્યપ્રદેશના છિંદવાડાનો રહેવાસી હતો. તે જમ્મુ-કાશ્મીરમાં તૈનાત હતો અને કઠુઆમાં આતંકવાદી અથડામણ દરમિયાન તેણે જીવ ગુમાવ્યો હતો.

 

ઓપરેશન હજી ચાલુ

જમ્મુના અધિક પોલીસ મહાનિર્દેશક (ADGP) આનંદ જૈને બુધવારે જણાવ્યું હતું કે કઠુઆ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા અને એક CRPF જવાન શહીદ થયો હતો, જ્યારે ઓપરેશન હજુ સુધી બંધ કરવામાં આવ્યું નથી, તે હજુ ચાલુ જ છે. એડીજીપી જૈને જણાવ્યું હતું કે એન્કાઉન્ટર ગઈકાલે સાંજે શરૂ થયું હતું અને આજે બપોર સુધી ચાલુ રહ્યું હતું. “શરૂઆતમાં એક આતંકવાદી માર્યો ગયો અને ત્યાર પછી વધુ એક માર્યો ગયો હતો. ફાયરિંગમાં અમે CRPFનો એક જવાન પણ ગુમાવ્યો હતો. માર્યા ગયેલા લોકો નવા ઘૂસણખોર જૂથનો ભાગ હતા. અમે ઓપરેશન બંધ કર્યું નથી કારણ કે આ વિસ્તારમાં કેટલાક વધુ આતંકવાદીઓ છુપાયેલા હોઈ શકે છે.” તેમણે કહ્યું કે, ‘એન્કાઉન્ટરમાં ઘાયલ થયેલા નાગરિકની તબિયત સ્થિર છે અને તે ખતરાની બહાર છે.’

તેમણે કહ્યું કે, ‘માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી ગ્રેનેડ, આઈઈડી, યુએસ નિર્મિત M4 કાર્બાઈન અને અન્ય યુદ્ધ જેવી વસ્તુઓ મળી આવી છે. છત્તરગાલા વિસ્તારમાં વધુ એક એન્કાઉન્ટર અંગે એડીજીપીએ કહ્યું કે ઓપરેશન ચાલુ છે.’

આ પણ વાંચો: કાશ્મીર પોલીસે ડોડા હુમલાના આતંકીઓના સ્કેચ જારી કર્યા, માહિતી આપનારને લાખોનું ઈનામ

Back to top button