બનાસકાંઠાના તબીબના પિતાનું દેહદાન,બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસમાં દેહનો થશે ઉપયોગ


બનાસકાંઠા 12 જૂન 2024: અંગદાન અને દેહદાન અભિયાન અંતર્ગત ડીસાના જાણીતા તબીબના પિતાએ પોતાના મૃત્યુ બાદ દેહદાન કરવાના સંકલ્પ લીધેલો હોવાથી તેઓના પરિવારજનો દ્વારા આજે તેઓનો અવસાન થતાં બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે તેઓના પાર્થિવ શરીરને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસના લાભાર્થે દેહદાન કરવામાં આવ્યુ હતું.
મૂળ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના મણિયારી ગામના વતની અને ડીસા સ્થાયી થયેલા શહેરના જાણીતા રેડિયોલોજીસ્ટ ડોક્ટર સુરેશભાઈ પટેલના પિતા કુબેરભાઈ પટેલ સીટી સર્વે લેન્ડ રેકોર્ડના નિવૃત્ત અધિકારી હતા. નિવૃત્તિ બાદ ધર્મસેવા અને સમાજસેવા સાથે સંકળાયેલા કુબેરભાઈ પટેલે અંગદાન દેહદાન અભિયાનથી પ્રેરિત થઈ પોતાના મૃત્યુ બાદ પણ દેહદાન કરવાનો સંકલ્પ લીધેલો હતો. જેઓનું મંગળવારના રોજ મોડી રાત્રે અવસાન થતા પરિવારજનોએ તેમના પાર્થિવ શરીરને બનાસ મેડિકલ કોલેજ મોરિયા ખાતે અર્પણ કર્યું હતું. બનાસ મેડિકલ કોલેજના ડોક્ટર સુનિલ જોશી તથા ડીન, એનેટોમી ડિપાર્ટમેન્ટ, કોલેજના વિદ્યાર્થીઓએBanaskantha આદરપૂર્વક દેહ સ્વીકારી પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો ડોક્ટર સુનિલ જોશીએ જણાવેલ કે, દેહદાન એ સૌથી મહાન દાન છે. જે ડોક્ટરનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ખૂબ જ મદદરૂપ થાય છે.
આ પણ વાંચો : સગીર અકસ્માત કરે તો વાહન માલિકને 3 વર્ષની સજા: ટ્રાફિક DCP સફિન હસન