ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં બે પોલીસકર્મીઓના મૃતદેહ મળ્યા, દુશ્મનાવટમાં એકબીજાને મારી ગોળી

Text To Speech
  • પોલીસે મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો

કાશ્મીર, 8 ડિસેમ્બર: જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં કાલી માતા મંદિરની બહાર પોલીસ વાનમાં બે પોલીસકર્મીઓના મૃતદેહ મળી આવ્યા છે.  બંનેને ગોળી વાગી હતી. એક પોલીસકર્મી ઘાયલ થયો છે. પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે મૃતદેહોનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

 

દુશ્મનાવટમાં એકબીજા પર ફાયરિંગ 

મળતી માહિતી મુજબ, રવિવારે સવારે લગભગ 6.30 વાગે ઉધમપુર જિલ્લા મુખ્યાલયમાં કાલી માતા મંદિરની બહાર પોલીસ વેનની અંદર પોલીસકર્મીઓના મૃતદેહ પડેલા મળી આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જિલ્લા હોસ્પિટલમાં લઈ ગયા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, બંને પોલીસકર્મીઓનું મૃત્યુ એકબીજા પર ફાયરિંગ બાદ થયું હતું. આ ઘટના પાછળ પરસ્પર અદાવત હોવાની આશંકા છે.

આ મામલે SSP ઉધમપુર અમોદ નાગપુરેએ શું કહ્યું?

SSP ઉધમપુર અમોદ નાગપુરેએ કહ્યું કે, ઉધમપુર જિલ્લાના રહેમબલ વિસ્તારમાં પરસ્પર લડાઈ અને આત્મહત્યાની ઘટનામાં બે પોલીસકર્મીઓના મૃત્યુ થયા છે અને એક ઘાયલ થયો છે. પોલીસકર્મીઓ વિભાગના વાહનમાં સોપોરના STC તલવાડા તરફ જઈ રહ્યા હતા અને ગોળીબારમાં ઘાયલ થયા હતા. બનાવ પાછળનું સત્ય જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

 

SSPએ વધુમાં જણાવ્યું કે, “ઘટના સવારે 6.30 વાગ્યે બની હતી. પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. પ્રાથમિક તપાસમાં એવું સાબિત થયું છે કે ઘટનામાં AK-47 રાઇફલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બે પોલીસ કર્મચારીઓના મૃત્યુ થયા હતા. ત્રીજી પોલીસ કર્મચારી સુરક્ષિત છે અને પોસ્ટમોર્ટમ અને અન્ય પ્રક્રિયા માટે તેમને જીએમસી ઉધમપુર લઈ જવામાં આવશે.

આ પણ જૂઓ: ખેડૂત સંગઠનો આજે ફરી દિલ્હી તરફ કરશે કૂચ, પંજાબમાં ભાજપના નેતાઓના પ્રવેશ પર પ્રતિબંધની જાહેરાત

Back to top button