ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

કેલિફોર્નિયામાં ભારતીય પરિવારના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યા

કેલિફોર્નિયા (અમેરિકા), 14 ફેબ્રુઆરી: કેલિફોર્નિયાના સાન માટોમાં ભારતીય મૂળનો એક પરિવાર શંકાસ્પદ સંજોગોમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. મૃતકોમાં કેરળના એક પરિવારના ચાર લોકો સામેલ છે. જેમાં પતિ-પત્ની અને તેમના બે માસૂમ બાળકોની હત્યા થઈ હોવાનું કહેવાય છે. જો કે, પોલીસને એ પણ શંકા છે કે આ સામૂહિક આત્મહત્યાનો કેસ હોઈ શકે છે. આમ, આ મૃત્યુ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

પોલીસના જણાવ્યા અનુસાર, બે જોડિયા બાળકો સહિત ચાર જણના ભારતીય-અમેરિકન પરિવાર 13 ફેબ્રુઆરીના રોજ કેલિફોર્નિયાના સૈન મેટોના તેમના ઘરમાંથી મૃતદેહો મળી આવ્યા હતા. એક નિવેદન મુજબ, પીડિતોમાંથી બેને ગોળી વાગી હતી, જ્યારે અન્ય બેનાં મૃત્યુ કેવી રીતે થયા તે જાણી શકાયું નથી. પીડિતોની ઓળખ આનંદ સુજીત હેનરી (42), તેની પત્ની એલિસ પ્રિયંકા (40) થઈ છે. આ દંપતીને બે જોડિયા બાળક હતા.

આનંદ અને એલિસ બંને આઈટી પ્રોફેશનલ્સ હતાં

આનંદ અને એલિસ બંને છેલ્લા નવ વર્ષથી યુએસમાં રહેતાં હતાં અને વ્યવસાયે આઈટી પ્રોફેશનલ્સ હતાં. આનંદ સૉફ્ટવેર એન્જિનિયર હતો અને એલિસ વરિષ્ઠ વિશ્લેષક હતી. તેઓ બે વર્ષ પહેલા ન્યુ જર્સીથી સૈન મેટો કાઉન્ટીમાં રહેવા આવ્યાં હતાં. મૃત્યુની જાણ થતાં સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ ભારતમાં પરિવારના સભ્યોના સંપર્કમાં છે અને તેમને કોન્સ્યુલર સહાય પૂરી પાડી રહી છે. કોન્સ્યુલેટે પણ શોકગ્રસ્ત પરિવાર અને ભારતીય અમેરિકન સમુદાય પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

મૃત્યુ પાછળનું રહસ્ય અકબંધ

સેન મેટોમાં સત્તાવાળાઓએ આ બનાવ અંગે જાણકારી આપતાં કહ્યું કે, દુ:ખની વાત એ છે કે, બંને માસૂમ બાળકો તેમના રૂમમાં મૃત મળી આવ્યા હતા. તેમના મૃત્યુ પાછળના કારણની તપાસ શરૂ કરવામાં આવી છે. બાથરૂમની અંદર બંદૂકની ગોળી વાગતા બંને પતિ-પત્નીનું મૃત્યું નીપજ્યું હતું. તપાસ કરતાં બાથરૂમમાંથી લોડેડ 9 એમએમ હેન્ડગન અને એક મેગેઝિન પણ મળી આવ્યું હતું. જો કે, પ્રારંભિક તપાસમાં કાર્બન મોનોક્સાઈડ લીક થવા પર શંકા જાય છે. પરંતુ હજુ સુધી અધિકારીઓને ઘરમાં ગેસ લીકેજ કે બગડેલા ડિવાઈસના કોઈ પુરાવા મળ્યા નથી.

આ પણ વાંચો: બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી ફિલ્મનું બીજું ટીઝર રીલીઝ, એક માતાની વેદના હચમચાવશે

Back to top button