એનિમલની સફળતા પર બોબીનું રિએક્શન, કહ્યું હજુ પણ સપનામાં જીવું છું


- બોબી દેઓલે એનિમલની સફળતા બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. બોબીએ કહ્યું કે તે ખૂબ જ ખુશ છે અને ભગવાનનો આભારી છે.
રણબીર કપૂર અને બોબી દેઓલની ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મને દર્શકોએ ખુબ પસંદ કરી છે. સંદીપ વાંગા રેડ્ડી દ્વારા નિર્દેશિત એનિમલ એક્શનથી ભરપૂર છે. આ ફિલ્મમાં જો કોઈને સૌથી વધુ પસંદ કરવામાં આવ્યો હોય તો તે છે બોબી દેઓલ. બોબી દેઓલના સ્વેગ અને એક્શને બધાના દિલ જીતી લીધા છે. બોબીની એન્ટ્રી સોંગ પહેલા જ વાયરલ થઈ ચૂક્યું છે. હવે બોબીએ એનિમલની સફળતા પર પ્રતિક્રિયા આપી છે. બોબી દેઓલે ફિલ્મની સફળતા બદલ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. બોબીએ કહ્યું કે તે ખૂબ જ ખુશ છે અને ભગવાનનો આભારી છે.
હજુ પણ સપનામાં જીવું છું
બોબી એનિમલની સફળતા પર પ્રતિક્રિયા આપતા કહ્યું – હવે મારે શું કહેવું જોઈએ? હું હજુ પણ સપનામાં જીવી રહ્યો છું. આ ખૂબ જ સુંદર અનુભવ છે. મને લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. ભગવાન ખૂબ જ દયાળુ છે. હું હંમેશા કહું છું કે સખત મહેનત કરો અને તમારું શ્રેષ્ઠ આપો.
View this post on Instagram
ચાહકે ચોકલેટ ભેટમાં આપી
એનિમલ બાદ બોબી દેઓલને ફેન્સનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. હાલમાં જ એક મહિલા પ્રશંસકે બોબીને ચોકલેટનું બોક્સ ગિફ્ટમાં આપ્યું હતું. બોબીને મળ્યા પછી તે એટલી ખુશ થઈ ગઈ કે તેણે અભિનેતાના હાથ પર કિસ પણ કરી.
ફેન્સે કરી કોમેન્ટ
બોબીના આ વીડિયો પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું- સની દેઓલ અને બોબી દેઓલ બંનેએ 500 કરોડ ઉપરની ફિલ્મો આપી. જ્યારે અન્ય એક ચાહકે લખ્યું- લોર્ડ બોબી. પ્રશંસકો વીડિયો પર ફાયર ઇમોજીસ પોસ્ટ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ સ્વતંત્રતા સેનાની અને સાહિત્યકાર કનૈયાલાલ મુનશીની આજે જન્મજયંતી