ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમહાકુંભ 2025

મહાકુંભમાં ડુબકી લગાવવામાં ઉઘાડી લૂંટ: સંગમ પહોંચવા માટે 2થી 5 હજાર ચૂકવવા મજબૂર બન્યા શ્રદ્ધાળુઓ

Text To Speech

પ્રયાગરાજ, 11 ફેબ્રુઆરી 2025: મહાકુંભમાં શ્રદ્ધાળુઓની આસ્થા પર નાવ ચલાવતા લોકોની મોજ પડી ગઈ છે. સામાન્ય દિવસોમાં જે નાવનું ભાડું50-60 રુપિયા હોય છે, હવે ત્યાં 2000-2500 રુપિયા સુધી વસૂલવામાં આવી રહ્યા છે. કેટલાય શ્રદ્ધાળુઓ પાસેથી તો 10-12 હજાર રુપિયા ચુકવતા હોવાનો આરોપ લગાવ્યો છે.

સંગમ તટ સુધી જવા માટે શ્રદ્ધાળુઓને મજબૂરીમાં આ ભારે ભરકમ ભાડું આપવું પડે છે. મેળા પ્રશાસન આ ઘટના પર એકદમ લાચાર દેખાઈ રહ્યું છે. જેના કારણે હોડીઓ ચલાવતા આ લોકોને મનમાની વધી ગઈ છે. હજારોની સંખ્યામાં લોકો સંગમ સ્નાન માટે પહોંચી રહ્યા છે. પણ વધારે ભાડું સાંભળીને કેટલાય શ્રદ્ધાળુઓ નિરાશ થઈને પાછા ફરી રહ્યા છે.

લોકોની માગ છે કે પ્રશાસને કડક કાર્યવાહી કરવી જોઈએ અને હોડીમાં જવાના ભાડા ફિક્સ કરવા જોઈએ જેથી તમામ શ્રદ્ધાળુઓ આસાનીથી સંગમમાં સ્નાન કરી શકે.

શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય એટલા માટે પ્રશાસને પોલીસકર્મીઓ તૈનાત કર્યા છે. પણ નાવિકોની મનમાનીને લઈને લોકોને ફરિયાદ પર પોલીસકર્મી શ્રદ્ધાળુઓ પર ગુસ્સે થઈ રહ્યા છે.

નારાજ શ્રદ્ધાળુઓ પોલીસ પર ગુસ્સો ઠાલવી રહ્યા છે. પોલીસકર્મીઓની હાજરીમાં થતી આવી ઉઘાટી લૂંટના કારણે શ્રદ્ધાળુઓ કહી રહ્યા છે કે એક એક વ્યક્તિ પાસેથી 3 હજાર રુપિયા લઈ રહ્યા છે, પણ પોલીસે આંખો બંધ કરી દીધી છે.

આ પણ વાંચો: મહાકુંભમાં જવા માટે બિહારના રેલવે સ્ટેશન પર અફરાતફરી મચી, ટ્રેનમાં કાચ તોડી પબ્લિક ડબ્બામાં ઘુસી

Back to top button