- બોટ હોનારતમાં બે શિક્ષિકા અને 12 બાળકોના મોત
- વકીલને મળવા બસમાં વડોદરા આવી રહ્યો હતો
- ઘટનામાં અત્યાર સુધી પોલીસે કુલ 9 આરોપીઓને ઝડપ્યા
હરણી તળાવમાં બોટ દુર્ઘટનામાં મુખ્ય સૂત્રધાર પોલીસ સકંજામાં આવ્યો છે. જેમાં 10 આરોપીઓ હજુ ફરાર છે. ત્યારે હરણી લેક ઝોનનો કર્તાહર્તા પરેશ શાહ ઝડપાયો છે. મોડી રાત્રે હાલોલ તરફથી આવતા પરેશ શાહ ઝડપાઇ ગયો છે. જેમાં 18 સામે ફરિયાદ બાદ પરેશ શાહનું નામ ઉમેરાયું હતું.
આ પણ વાંચો: ગુજરાત સરકારના મંત્રી મંડળના સભ્યો અયોધ્યા રામ મંદિર દર્શને જશે
વકીલને મળવા બસમાં વડોદરા આવી રહ્યો હતો
વડોદરા પોલીસે તેને હાલોલ-વડોદરા રોડ પરથી ઝડપી પાડ્યો છે. વકીલને મળવા બસમાં વડોદરા આવી રહ્યો હતો અને ઝડપી લીધો તેવો પોલીસે દાવો કર્યો છે. બીજી તરફ વડોદરાના એક સંતની મધ્યસ્થીથી પરેશ શાહ હાજર થયો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. પરેશ શાહ ગઈકાલે ઝડપાયેલા આરોપી ગોપાલ શાહનો સાઢુભાઈ થાય છે.
આ પણ વાંચો: ગુજરાત: સીતા માતા વિશે સોશિયલ મીડિયા ઉપર અભદ્ર ટિપ્પણી કરવી વ્યક્તિને ભારે પડી
ઘટનામાં અત્યાર સુધી પોલીસે કુલ 9 આરોપીઓને ઝડપ્યા
ઘટનામાં અત્યાર સુધી પોલીસે કુલ 9 આરોપીઓને ઝડપ્યા છે. તેમજ હરણી દુર્ઘટનાના 10 આરોપીઓ હજુ ફરાર છે. વડોદરામાં હરણી લેક ઝોન દુર્ઘટનામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો સહિત 14 ના મોત મામલે હરણી લેક ઝોનનો કર્તાહર્તા પરેશ શાહ ઝડપાયો છે. પરેશ શાહની ધરપકડ થતા સમગ્ર ઘટના ઉપરથી પડદો ઉચકાઈ શકે છે. બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ પાસે હતો અને તેણે પેટા કોન્ટ્રાક્ટ બીજાને આપ્યો હતો. આ ઘટનામાં પરેશ શાહે મુખ્ય આરોપી છે જે ઘટના સમયે પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો.
બોટ હોનારતમાં બે શિક્ષિકા અને 12 બાળકોના મોત
વડોદરાની બોટ હોનારતમાં બે શિક્ષિકા અને 12 બાળકોના મોત થયા છે. તેમાં બાળક ગુમાવનાર પિતા દ્વારા એક પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. તે અંગે પિટિશન દાખલ કરનાર વકીલે જણાવ્યું છે કે, પિટિશનમાં એવી માંગણી કરવામાં આવી છે કે, ઇન્વેસ્ટિગેશન સ્વતંત્ર એજન્સી દ્વારા કરાવવામાં આવવું જોઇએ. એક એવી એજન્સી કે જેનું મોનિટરિંગ સુપ્રીમ કોર્ટ અથવા તો હાઇકોર્ટ કરે. જ્યાં સુધી બેદરકારીનો સવાલ છે. એક એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, કોન્ટ્રાક્ટરને માત્ર પેડલ બોટ ચલાવવા માટેની મંજૂરી કોર્પોરેશન દ્વારા આપવામાં આવી હતી. તેમ છતાંય એન્જિન બોટ કોની પરમિશનથી ચલાવવામાં આવતી હતી ? એન.ઓ.સી. વિવિધ સરકારી કચેરીઓ દ્વારા ઇશ્યૂ થઇ છે. જે સંદર્ભે તપાસ થઇ નથી. તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. જેથી, સંપૂર્ણ ઇન્વેસ્ટિગેશન સ્વતંત્ર એજન્સીને સોંપવામાં આવે અને કોર્ટે મોનિટરિંગ ઇન્વેસ્ટિગેશન થવું જોઇએ.