જમ્મુ-કાશ્મીરમાં શાળાના બાળકોને લઈ જતી બોટ જેલમ નદીમાં પલટી, 4નાં મૃત્યુ
શ્રીનગર (જમ્મુ-કાશ્મીર), 15 એપ્રિલ: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં મંગળવારે સવારે એક મોટી દુર્ઘટના થઈ. શ્રીનગરના બટવારા પાસે જેલમ નદીમાં શાળાના બાળકોને લઈ જતી બોટ પલટી મારી હતી. બોટમાં ડૂબી જવાથી ચાર બાળકોના મૃત્યુ થયા છે. નવીનતમ માહિતી અનુસાર, 12 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાંથી મોટાભાગના બાળકો છે. દરેકને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. અકસ્માતમાં ત્રણ બાળકો ગુમ છે. સર્ચ ઑપરેશન ચાલુ છે.
#WATCH | J&K: A boat capsized in River Jhelum at Gandbal. SDRF team deployed. More details awaited: Disaster Management, J&K pic.twitter.com/hOAKvNCYtT
— ANI (@ANI) April 16, 2024
ખતરાના નિશાનની નજીક વહેતી નદી
કહેવામાં આવી રહ્યું છે કે કાશ્મીર ઘાટીમાં હવામાન ખરાબ છે. છેલ્લા 72 કલાકમાં ભારે વરસાદને કારણે જેલમ નદી ખતરાના નિશાનની નજીક વહી રહી છે. રાજ્યમાં અતિવૃષ્ટિની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.
પૂંછમાં ચાર લોકોને બચાવી લેવામાં આવ્યા
બીજી તરફ, પૂંછ જિલ્લાના મેંઢર સબ ડિવિઝનમાં સતત વરસાદને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. મેંધરના છત્રાલ વિસ્તારમાં નદીની વચ્ચે જોરદાર પ્રવાહમાં ફસાયેલા ચાર લોકોને બચાવી લેવાયા છે. વરસાદના કારણે નદી-નાળાઓ ઉભરાઈ રહ્યા છે. પ્રશાસન દ્વારા નદીઓ પાસે ન રહેવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીર અંગે PM મોદીની મોટી જાહેરાત, જાણો શું કહ્યું