ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઓડિશાની મહાનદીમાં 50 મુસાફરોને લઈને જતી બોટ પલટી, 7એ ગુમાવ્યા જીવ

Text To Speech

ભુવનેશ્વર (ઓડિશા), 20 એપ્રિલ: ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં શુક્રવારે સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી.  50થી વધુ મુસાફરોને લઈ જતી બોટ મહાનદીમાં પલટી ખાઈ હતી. આ ઘટનામાં સાતનાં મૃત્યુ થયું છે, તેમના મૃતદેહ પણ મળી આવ્યા છે. મહત્ત્વનું છે કે, ગઈકાલે 7 લોકો ગુમ હતા. ડાઇવર્સ અને SDRFની ટીમ પણ બચાવમાં લાગેલી છે. ઓડિશા સરકારે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. રાજ્યના સીએમ નવીન પટનાયકે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

બોટ પાથરસેની કુડાથી બંજીપલ્લી જઈ રહી હતી

પોલીસના જણાવ્યા અનુસાર, બોટ પાથરસેની કુડાથી બરગઢ જિલ્લાના બાંજીપલ્લી જઈ રહી હતી. તેમાં 50થી વધુ લોકો હતા. હોડી ઝારસુગુડા જિલ્લાના રેંગાલી પોલીસ સ્ટેશનની હદમાં સારદા ઘાટ પર પહોંચી કે તરત જ તે પલટી ગઈ.

સ્થળ પર હાજર માછીમારોએ શુક્રવારે સાંજે જ 35 લોકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. માહિતી મળતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ 7 લોકોને બચાવી લીધા હતા. બચાવ ટીમે જણાવ્યું કે શનિવાર સવાર સુધી 47-48 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. એક મહિલાની લાશ મળી આવી છે.

સીએમ નવીન પટનાયકે વળતર આપવાની જાહેરાત કરી 

દરમિયાન ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસો ચાલુ છે. બચાવ ટુકડીઓ તેમને સલામત સ્થળે લાવવા માટે ઉપલબ્ધ તમામ સંસાધનોનો ઉપયોગ કરી રહી છે. તેમજ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે વળતરની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આ દુ:ખદ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમ આપવામાં આવશે.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં શાળાના બાળકોને લઈ જતી બોટ જેલમ નદીમાં પલટી, 4નાં મૃત્યુ

Back to top button