ટ્રેન્ડિંગયુટિલીટીલાઈફસ્ટાઈલ

પરીક્ષા વધારી રહી છે બાળકોનું ટેન્શન? માતા-પિતા કરે મદદ, અપનાવે આ ટ્રિક્સ

  • હવે તો બોર્ડ એક્ઝામ શરૂ થશે એટલે બાળકો પર વધારાનું પ્રેશર આવી પડશે. જો તમારા બાળક પર પણ એક્ઝામનો તણાવ દેખાવા લાગ્યો હોય તો તમે તેમનું ટેન્શન ઘટાડી શકો છો

દુનિયામાં કદાચ જ કોઈક એવી વ્યક્તિ હશે જેને પરીક્ષાનો ડર નહીં હોય. ભલે ગમે તેટલી ઉંમર કેમ ન હોય, પરંતુ વાત જ્યારે પરીક્ષાની આવે છે ત્યારે ટેન્શન શરૂ થઈ જાય છે. વિદ્યાર્થીઓને તો દર વખતે આવા ટેન્શનનો સામનો કરવો પડે છે. વળી હવે તો બોર્ડની પરીક્ષા શરૂ થશે એટલે બાળકો પર વધારાનું દબાણ આવી પડશે. જો તમારા બાળક પર પણ પરીક્ષાની તાણ દેખાવા લાગ્યો હોય તો તમે એ ઘટાડી શકો છો.

બાળકો પર દબાણ ન લાવો

કેટલાય માતા પિતા એવા હોય છે જે બાળકો પર તેમના અભ્યાસ કે પરિણામ અંગે વધુ દબાણ નાંખે છે. આમ કરવાના બદલે તમારા બાળકો પ્રત્યે વિશ્વાસ જાહેર કરો, જેથી તેમને પ્રોત્સાહન મળે. બાળકોના માતા-પિતા હોવાના નાતે તેમને કમ્ફર્ટેબલ ફીલ કરાવો. બાળકો પર ક્યાંક એટલું દબાણ ન આવી જાય કે તેને સંભાળવાનું અઘરું બની જાય. બાળકોનો આત્મવિશ્વાસ વધારવાનું કામ કરો.

બોર્ડ એક્ઝામ વધારી રહી છે બાળકોનું ટેન્શન? પેરેન્ટ્સ કરે હેલ્પ, અપનાવે આ ટ્રિક્સ hum dekhenge news

બાળકોની વાત સાંભળો

પરીક્ષાનું દબાણ દરેક બાળક અનુભવે છે, કોઈક વધુ તો કોઈક ઓછું. તમારું બાળક જો પરીક્ષાને લઈને ચિંતામાં હોય તો તમે તેની સાથે વાત કરી શકો છો. બાળકોને પરીક્ષાની તાણ લેવાના બદલે તેમને ઈમાનદારીથી મહેનત કરવાની સલાહ આપો. બાળકોને જો કોઈ સમસ્યા હોય તો તેને સાંભળીને તેનો ઉકેલ આપવાનો પ્રયાસ કરો. બાળકોની સાથે સતત રહો.

ઘરમાં રાખો પોઝિટીવ માહોલ

પરીક્ષા દરમિયાન તમારા ઘરનો માહોલ સકારાત્મક જાળવી રાખો. તમારુ બાળક પહેલેથી જ તેના અભ્યાસ અને એક્ઝામના સ્ટ્રેસને લઇને પરેશાન હોય છે. આવા સમયે ઘરનો માહોલ બગાડીને તેને ટેન્શન ન આપો. બાળકો સામે દરેક વખતે માત્ર અભ્યાસની વાતો ન કરો. તેમને અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિતી કરો, મોટિવેટ કરો, ટેન્શન ન આપો.

બ્રેક લેવો પણ છે જરૂરી

સતત કલાકો સુધી બેસીને અભ્યાસ કરવાથી બાળકનું શરીર અને મગજ થાકવા લાગે છે. આવા સમયે બાળકોએ અભ્યાસ વચ્ચે નાનો નાનો બ્રેક લેવો જરૂરી છે. તેનાથી બાળકોનો મુડ ફ્રેશ રહેશે અને સ્ટ્રેસ પણ દુર રહેશે. બાળકોને તેમની ગમતી ક્ષણો આપીને કે તેમની ગમતી વાનગી ખવડાવીને રિલેક્સ કરો.

બ્રીધિંગ ટેકનિક શીખવો

અભ્યાસ દરમિયાન બાળકો એગ્ઝાઈટી ફીલ કરતા હોય છે. તો તેમને બ્રીધિંગ એક્સર્સાઈઝ કરવા માટે કહો. કોશિશ કરો કે બાળકોના રૂટિનમાં યોગ, પ્રાણાયમ સામેલ થઈ શકે. ક્યારેક એવું બને છે કે બાળક એંગ્ઝાઈટીમાં કશું લખી શકતું નથી. પેરેન્ટ્સ બાળકોને બ્રિધિંગ ટેકનિક શીખવવામાં મદદ કરે.

આ પણ વાંચોઃ ‘ધ મેકિંગ ઓફ અ સ્ટાર’માં શાહરૂખે લોકોને હસાવ્યા, હુ લેજન્ડ નહીં, બૉન્ડ છું, જેમ્સ બૉન્ડ!

Back to top button