ગુજરાતટોપ ન્યૂઝ

માસ પ્રમોશન આપ્યું તો હવે 25% ફી માફ કરવાની વાલી મંડળની માગ, સરકાર માગ ન સ્વીકારે તો હાઇકોર્ટમાં જવાની ચીમકી

Text To Speech

અમદાવાદ: ગઈકાલે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે માસ પ્રમોશન જાહેર કર્યું છે.વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષે ઓનલાઇન અભ્યાસ કર્યો હોવાથી નિર્ણય કરવામાં આવ્યો હતો ત્યારે 25 ટકા ફી માફીની જાહેરાત પૂર્વ શિક્ષણમંત્રીએ કરી હતી તેનો અમલ કરવામાં આવે તેવી વાલી મંડળે માંગણી કરી છે.

વાલીમંડળનો સરકારને રજૂઆત કરતો પત્ર

માસ પ્રમોશનની જેમ ફી માફી આપોઃ વાલીમંડળ
ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે શિક્ષણમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, ‘કોરોનાને કારણે બાળકોનો અભ્યાસ સંપૂર્ણ પૂરો ન થતા 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન ગુજરાત સરકારે જાહેર કર્યું છે. ત્યારે બાળકો સ્કૂલોમાં ભણ્યા નથી અને મોટા ભાગે સ્કૂલે ગયા નથી. ગુજરાત સરકારે માસ પ્રમોશનની જેમ 25 ટકા ફી માફી આપવી જોઈએ. ગુજરાતમાં સ્કૂલો 9 મહિના સંપૂર્ણ બંધ રહી હતી અને સ્કૂલોને કોઈ પણ પ્રકારના ખર્ચ થયા નથી. જેથી માસ પ્રમોશનની જેમ ફી માફીનો અમલ કરાવે. શિક્ષણમંત્રી આ અંગે પગલાં નહીં લે તો વાલી મંડળ હાઈકોર્ટની મદદ લેશે.’

Back to top button