ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

EDની કાર્યવાહીમાં મોટો ઘટસ્ફોટ, હેમંત સોરેનના ઘરેથી જપ્ત કરાયેલી BMW ધીરજ સાહુની!

Text To Speech

રાંચી (ઝારખંડ), 08 ફેબ્રુઆરી: ED દ્વારા ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનના દિલ્હી સ્થિત ઘરેથી BMW કાર જપ્ત કરી હતી. તે કોંગ્રેસના નેતા ધીરજ સાહુની માનેસર સ્થિત કંપનીના નામે નોંધાયેલી છે. ઈડીના સૂત્રોએ આ માહિતી આપી છે. આ મામલામાં EDએ કોંગ્રેસ નેતા ધીરજ સાહુને સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. મળતી માહિતી અનુસાર, EDએ 10 ફેબ્રુઆરીએ ધીરજ સાહુને પૂછપરછ માટે બોલાવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ કાર ગુરુગ્રામની ભગવાન દાસ હોલ્ડિંગ્સ લિમિટેડ નામની કંપનીના નામે રજીસ્ટર છે. આ કંપની બિઝનેસમેન અને કોંગ્રેસ નેતા ધીરજ સાહુની છે. BMW કાર 16 ઑક્ટોબર 2023ના રોજ લેવામાં આવી હતી.

ધીરજ સાહુ પાસેથી 351 કરોડની રોકડ મળી આવી

ગયા વર્ષે ડિસેમ્બરમાં ઈન્કમટેક્સે ઝારખંડમાં કોંગ્રેસ નેતા ધીરજ સાહુના ઘર પર દરોડા પાડ્યા હતા. દરોડામાં રૂ. 351 કરોડની રોકડ અને બિનહિસાબી સંપત્તિનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. 10 દિવસ સુધી ચાલેલા આ દરોડામાં 40 નોટ કાઉન્ટીંગ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સોરેનની 31 જાન્યુઆરીએ ધરપકડ કરાઈ હતી

ઉલ્લેખનીય છે કે, હેમંત સોરેનની લાંબી પૂછપરછ બાદ ED દ્વારા ધરપકડ કરાઈ હતી. પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની અરજી પર ઝારખંડ હાઈકોર્ટમાં 12 ફેબ્રુઆરીએ સુનાવણી થશે. સોરેને ED દ્વારા તેમની ધરપકડને હાઈકોર્ટમાં પડકારી છે. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખર અને ન્યાયમૂર્તિ રાજેશ કુમારની ડિવિઝન બેન્ચે કેન્દ્રીય એજન્સીને સોરેનની અરજી પર 9 ફેબ્રુઆરી સુધીમાં જવાબ દાખલ કરવા જણાવ્યું છે. 31 જાન્યુઆરીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ તરત જ EDએ કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સોરેનની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટનો ઝટકો, ધરપકડ વિરુદ્ધની અરજી સાંભળવા ઇનકાર

Back to top button