માથામાંથી ટપકતું લોહી-લાલ આંખો! 6 વર્ષ બાદ CIDની વાપસી, જૂઓ પહેલી ઝલક


- ACP પ્રદ્યુમન હાથમાં છત્રી લઈને વરસાદમાં કારમાંથી બહાર નીકળ્યા જોવા મળ્યા
મુંબઈ, 25 ઓક્ટોબર: ચાહકોની ફેવરિટ આઇકોનિક ક્રાઇમ ડ્રામા સીરિઝ CID નાના પડદા પર પરત ફરી રહી છે. આ સાંભળીને દરેક લોકો ઉત્સાહિત છે. હકીકતમાં, થયું એવું કે સોની ટીવીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર CIDની પહેલી ઝલક રિલીઝ થયો છે, જેને જોઈને બધા કહી રહ્યા છે કે આ CIDનો પ્રોમો છે. પહેલી ઝલકમાં શિવાજી સાટમ ઉર્ફે ACP પ્રદ્યુમનની ઝલક દેખાઈ રહી છે. તેઓ હાથમાં છત્રી લઈને વરસાદમાં કારમાંથી બહાર નીકળતા જોવા મળે છે. તેઓ સામે કંઈક જુએ છે, જેને જોઈને તેમનો હાવભાવ ફરી જાય છે.
જૂઓ પહેલી ઝલક
View this post on Instagram
CIDનો પ્રોમો રિલીઝ
સોની દ્વારા રિલીઝ કરવામાં આવેલો CIDના પ્રોમોનો આ વીડિયો દર્શકોમાં ઘણો વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ટીવી પર પ્રસારિત થનારો આ સૌથી લાંબો ક્રાઈમ ડ્રામા શો છે. સોની ટીવીએ શેર કરેલા પ્રોમોના કેપ્શનમાં લખ્યું છે કે, તમારા કેલેન્ડર્સને માર્ક કરી લો, કારણ કે 26 ઓક્ટોબરના રોજ ધમાકેદાર પ્રોમો ડ્રોપ થશે. ઉલ્લેખનીય છે કે, CID વર્ષ 2018 સુધી ટીવી પર ચાલતી હતી. તેમાં શિવાજી સાટમ ઉર્ફે ACP પ્રદ્યુમન, આદિત્ય શ્રીવાસ્તવ ઉર્ફે ઈન્સ્પેક્ટર ફ્રેડરિક્સ અને નરેન્દ્ર ગુપ્તા ઉર્ફે ડોક્ટર સાલુંકે મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. તે 1998થી ટીવી પર આવી રહી હતી. તે 20 વર્ષ સુધી ચાહકોમાં લોકપ્રિય રહી.
સૂત્રમાંથી મળતી માહિતી મુજબ, CIDનું શૂટિંગ મુંબઈમાં નવેમ્બર મહિનાથી શરૂ થશે. આ શો માટે મેકર્સને દર્શકો તરફથી સતત ડિમાન્ડ મળી રહી હતી. લાંબા વિરામ બાદ સારી સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી છે. જેમાં દયાનંદ શેટ્ટી પણ જોવા મળશે. બાકીની કાસ્ટ પણ એવી જ રહેવાની છે. આ શો 6 વર્ષ બાદ પરત ફરી રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે ડિસેમ્બરમાં ક્રિસમસના અવસર પર ટીવી પર પ્રસારિત થશે.
આ પણ જૂઓ: પુષ્પા 2 ની નવી રિલીઝ તારીખની જાહેરાત, બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરવા મેકર્સનું મોટું પગલું