રક્તદાન મહાદાનઃ પ્રમુખ સ્વામી નગરમાં રોજ આટલુ બ્લડ ડોનેટ થાય છે
પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શનનો લાભ લે છે. ભક્તોની સાથે હજારોની સંખ્યામાં સ્વયંસેવકો પણ સેવા આપી રહ્યા છે. 15 ડિસેમ્બરથી શરૂ થયેલા આ શતાબ્દી મહોત્સવમાં વિવિધ સેવા યજ્ઞો ચાલી રહ્યા છે. અહીં લોકોને નિઃશુલ્ક મેડિકલ સેવાઓ પણ મળી રહે છે, તો ભોજન પણ સાવ ઓછા રૂપિયામાં મળી જાય છે. અહીં શરૂ કરાયેલા સેવા કાર્યોમાં સૌથી મોટુ સેવા કાર્ય રક્તદાનનું ગણાય છે.
અહીં શરૂ કરાયેલા રક્ત દાન કેન્દ્રોમાં સંતો, સ્વયંસેવકો, સદ્ભાવીઓ, હરિભક્તો અને અન્ય લોકો પણ રક્તદાન કરે છે. તમને જાણીને નવાઇ લાગશે કે ફક્ત 17 દિવસમાં અહીં 7500થી વધુ લોકોએ બ્લડ ડોનેશનમાં ભાગ લીધો છે. અત્યાર સુધીમાં અહીં કુલ 25 લાખ મીલી જેટલું બ્લડ એકત્રિત કરાયુ છે. રોજ લગભગ 400 જેટલા લોકો બ્લડ ડોનેટ કરે છે. મહોત્સવના અંત સુધીમાં કુલ 1 લાખ મીલી જેટલું બ્લડ એકત્રિત થાય તેવી ગણતરી છે. શરૂઆતના એક વીકમાં રોજેરોજ 250થી 300 બોટલ બ્લડ કલેક્ટ થતુ હતુ.
1 જાન્યુઆરી સુધીમાં 11,000 બોટલ બ્લડ એકત્ર થઇ ચુક્યુ છે
15 ડિસેમ્બરથી લઈને 1 જાન્યુઆરી સુધીમાં કુલ 11,000 બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું છે. આ બ્લડ શહેરની 15થી વધુ હોસ્પિટલોમાં મોકલવામાં આવશે. શતાબ્દી મહોત્સવમાં રક્તદાન કરવા માટે વિશાળ ડોમની વ્યવસ્થા કરાઇ છે. આ ડોમમાં 400થી વધુ ડોકટરોની ટીમ અને મેડિકલ ટીમ 24 કલાક સેવા આપે છે.
આ પણ વાંચોઃ બીજાના ભલામાં આપણું ભલુઃ પ્રમુખસ્વામી નગરમાં આરોગ્યની સુવિધાઓમાં વધારો કરાશે