ડીસા ભણસાલી હોસ્પિટલને ૪૦ વર્ષ પૂર્ણ થતાં રક્તદાન કેમ્પ યોજાયો
પાલનપુર: ડીસામાં કાર્યરત ભણસાલી હોસ્પિટલ છેલ્લા ૪૦ વર્ષથી ગરીબ અને જરૂરિયાતમદ દર્દીઓ માટે આશાનું કિરણ બની છે. નજીવા દરે આ હોસ્પિટલમાં આવનાર દર્દીઓને તમામ પ્રકારના ઓપરેશન, દવાઓ, અને ભોજન ની વ્યવસ્થા આ હોસ્પિટલ દ્વારા પુરી પાડવામાં આવે છે.જેના પગલે રાજસ્થાન, કચ્છ સહિતના વિસ્તારોમાંથી દર્દીઓઓ અહીં મોટી સંખ્યામાં સારવાર અર્થે આવે છે. આ ઉપરાંત આ હોસ્પિટલ માં વ્યસન મુક્તિ માટે પણ વિના મૂલ્યે સારવાર અને સેવા આપવામાં આવે છે. તેમજ કુદરતી આફતો સમયે પણ ભણશાલી ટ્રસ્ટ હંમેશા મદદરૂપ બને છે. ત્યારે આ સતત સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલ ભણસાલી હોસ્પિટલની સ્થાપના ને ૪૦ વર્ષ પૂર્ણ થતાં તે નિમિત્તે એક રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૪૦ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર હોસ્પિટલના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. અને રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો.