આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

કેનેડામાં નિજ્જરની હત્યામાં ચીનનો હાથ હોવાની કોણે વ્યક્ત કરી આશંકા?

  • નિજ્જરની હત્યા પર ચીનનું કાવતરું હોવાનો એક સ્વતંત્ર બ્લૉગરનો દાવો
  • CCPએ હત્યા બાદ પુરાવા નષ્ટ કર્યાનો આક્ષેપ
  • જેનિફર જેંગ ચીની મૂળની પત્રકાર અને સામાજિક કાર્યકર છે

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર ચીનનું કાવતરું હોવાનો દાવો એક સ્વતંત્ર બ્લોગરે કર્યો છે. બ્લોગર જેનિફર ઝેંગે આરોપ લગાવ્યો છે કે નિજ્જરની હત્યામાં ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીના એજન્ટો સામેલ હતા. ઝેંગનો દાવો છે કે ચીને પશ્ચિમ સાથે ભારતના સંબંધો બગાડવાના ઈરાદાથી આ હત્યા કરી હતી. બ્લોગરનો આ ઘટસ્ફોટ ચોંકાવનારો છે કારણ કે નિજ્જરની હત્યાથી ભારત અને કેનેડાના પરસ્પર સંબંધો બગડ્યા છે.

ચીની મૂળની પત્રકાર છે જેનિફર જંગ

એટલું જ નહીં, બ્લોગરનો આરોપ છે કે CCP તાઈવાન પર રાષ્ટ્રપતિ શી જિનપિંગની સૈન્ય રણનીતિને ધ્યાનમાં રાખીને વૈશ્વિક વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા માંગે છે. જેનિફર એક સામાજિક કાર્યકર અને ચીની મૂળની પત્રકાર છે જે અમેરિકામાં રહે છે. નિજ્જરની હત્યા અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા પોતાના એક વીડિયોમાં તેણે કહ્યું કે, શીખ ધાર્મિક નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગે આજે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સીસીપીએ આ હત્યાનું કાવતરું ઘડ્યું હતું. એવો પણ આરોપ છે કે સીસીપીના એજન્ટો દ્વારા નિજ્જરની કરાઈ હતી.

હત્યા બાદ પુરાવા નષ્ટ કર્યા

સીપીપીની હત્યા કરવાની સ્ટાઈલને વર્ણવતા સ્વતંત્ર બ્લોગરે આરોપ મૂક્યો હતો કે 18 જૂને બંદૂકોથી લેસ એજન્ટોએ નિજ્જરને ટ્રેક કર્યો. જ્યારે કામ પૂરું થયું તો તેમણે કોઈ પણ પુરાવો ન રહે તે માટે નિજ્જરની કારમાં લાગેલા ડેશ કેમેરાને તોડી નાખ્યો હતો. હત્યાને અંજામ આપ્યા બાદ એજન્ટો ભાગી ગયા હતા. તેમણે પુરાવા નષ્ટ કરવા માટે તેમના હથિયારો અને કપડાં પણ બાળી નાખ્યા. આગામી દિવસે તે વિમાનથી કેનેડાથી જતા રહ્યા.

નિજ્જરના મૃત્યુથી ભારત-કેનેડાના સંબંધો વણસ્યા

જૂનમાં ખાલિસ્તાની અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા થઈ હતી. ભારતીય એજન્ટની ભૂમિકાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના આરોપો બાદ ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી મડાગાંઠ સર્જાઈ ગઈ છે. આ વિવાદ વચ્ચે ભારતે ગયા અઠવાડિયે કેનેડાને નવી દિલ્હીમાં પોતાના રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવા માટે કહ્યું હતું. ભારતે કહ્યું કે કેનેડાએ સંખ્યાની સમાનતા પ્રાપ્ત કરવા માટે દેશમાં તેની રાજદ્વારી હાજરી ઘટાડવી જોઈએ અને આરોપ લગાવ્યો કે કેનેડાના કેટલાક રાજકારણીઓ નવી દિલ્હીની આંતરિક બાબતોમાં દખલગીરીમાં સામેલ છે. ભારતે આગળના આદેશ સુધી કેનેડામાં તેની વિઝા સેવાઓ પણ સ્થગિત કરી દીધી છે.

Back to top button