ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

બ્લિંકિટની માલિકીની કંપનીને 128 કરોડની જીએસટીની નોટીસ

નવી દિલ્હી, 20 ઓક્ટોબર, 2025: ખાદ્ય વિતરણ અને ત્વરીત ડિલીવરી તેમજ Zomato અને Blinkitની માલિકીની કંપની Eternal (ઇટર્નલ)ને ઉત્તર પ્રદેશના વાણિજ્ય કર વિભાગ પાસેથી રૂ. 128 કરોડથી વધુની જીએસટી ડીમાંડ નોટીસ મળી છે. આ નોટીસ લખનૌના કર કમિશનર દ્વારા જારી કરવામાં આવી છે.

વિભાગે એપ્રિલ 202 થી માર્ચ 2024 ના સમયગાળા માટે આઉટપુટ ટેક્સની ઓછી ચુકવણી અને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો વધુ ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ આદેશમાં વ્યાજ અને દંડ સાથે રૂ. 64.17 કરોડની GST માંગણી કરવામાં આવી છે, જેનાથી કુલ રકમ રૂ. 128 કરોડથી વધુ થઈ ગઈ છે.

Eternal એ કહ્યું કે તે આદેશ સામે અપીલ કરશે. Eternal એ નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તે આદેશમાં કરવામાં આવેલા આરોપો અને ગણતરીઓ સાથે સહમત નથી. માર્ચ 2025 માં, કંપનીએ તેનું નામ Zomato થી બદલીને Eternal કર્યું હતું, જ્યારે Zomato અને Blinkit બંને તેની માલિકીના છે.

આ પણ વાંચોઃ અમુક ખામીઓને કારણે ગ્લેનમાર્ક અને ડૉ. રેડ્ડીઝએ અમેરિકાથી પાછી મંગાવી દવાઓ

Back to top button