ગુજરાતટોપ ન્યૂઝ

રાજ્યમાં વિવિધ સ્થાનો પર વિસ્ફોટની ધમકી આપવામાં આવી

Text To Speech
  • TERRORIZERS11 નામની IDથી મેઈલ મળ્યો હતો
  • મેઈલમાં મીડિયાને ગ્રૂપનું નામ જણાવવા અંગે પણ ઉલ્લેખ
  • સરદાર સ્મૃતિ સ્મારક ઓફિસમાં એક ઇ મેઇલ મળ્યો

26 જાન્યુઆરી અને મકરસંક્રાતિ પહેલા અમદાવાદના સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાની ઘમકી મળી છે. શાહીબાગના સરદાર સ્મૃતિ સ્મારક ઓફિસમાં ઇમેઇલ દ્વારા એક ઘમકી આપવામાં આવી છે. આ ઈમેલ મળતા જ તંત્રમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે. પોલીસ સહિતની ટીમ દોડતી થઇ ગઇ છે. સમગ્ર મામલે તપાસ શરુ કરવામાં આવી છે.

અમદાવાદના શાહીબાગ વિસ્તારનાં સરદાર સ્મૃતિ સ્મારક ઓફિસમાં એક ઇ મેઇલ મળ્યો હતો. જેમાં ઇમેઇલ દ્વારા સ્મૃતિ સ્મારકને ઉડાવી દેવાની ધમકી મળી છે. સ્ફોટક પ્રદાર્થથી ઉડાવી દેવાનો ઇ મેઈલ મળતાં તપાસનો દોર શરૂ થઈ ગયો છે. તેમજ વિવિધ સ્થાનો પર વિસ્ફોટ કરવા અંગેની ધમકી આપી હોવાની વિગતો પણ સામે આવી છે.

આ પણ વાંચો : અમદાવાદમાં કસ્ટોડિયલ ડેથ કેસમાં એસિડ પીવાથી થયું આરોપીનું મોત

આ જગ્યા પર શાળાના વિદ્યાર્થીનો એક કાર્યક્રમ ચાલતો હતો. ઈ મેઈલ મળતાંની સાથે સ્કૂલનો કાર્યક્રમ રદ્દ કરી દેવમાં આવ્યો હતો. ધમકી ભર્યો ઇમેલ મળતાં જ થોડા સમય સરદાર સ્મૃતિ સ્મારકમાં દોડધામ મચી ગઇ હતી. ધમકીને લઈને તપાસ કરવા માટે માટે ઘટનાસ્થળે બોમ્બ સ્કોડ અને એસ.ઓ.જી ની ટીમ ધટના સ્થળે પહોંચી હતી.

આ પછી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, TERRORIZERS11 નામની IDથી મેઈલ મળ્યો હતો. તેમજ મેઈલમાં મીડિયાને ગ્રૂપનું નામ જણાવવા અંગે પણ ઉલ્લેખ છે. આ મામલે DySP વી.એન.યાદવનું નિવેદનમાં જણાવ્યું કે, માત્ર અમદાવાદ નહિ તમામ સરદાર સ્મારકને મેઈલ કરાયો છે. ટેરરિસ્ટ 11ના નામે મેઈલ કરવામાં આવ્યો હતો. તેમજ સાયબર ક્રાઈમ પણ ધમકીના મેઈલ અંગે તપાસમાં જોડાઈ છે.

Back to top button