અમૃતસરના સુવર્ણ મંદિરથી થોડે દૂર શ્રી ગુરુ રામ દાસ નિવાસ નજીક ગુરુવારે વહેલી સવારે ધડાકા જેવો મોટો અવાજ સંભળાયો હતો. પંજાબ પોલીસે જણાવ્યું હતું કે અવાજ લગભગ 12.15 થી 12.30ની આસપાસ સંભળાયો હતો. પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. પંજાબ પોલીસે એક શકમંદની અટકાયત કરી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ 6 અને 8 મેના રોજ સુવર્ણ મંદિર પાસે વિસ્ફોટ જેવો અવાજ સંભળાયો હતો. પંજાબ પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર અમૃતસર બ્લાસ્ટનું કાવતરું ઘડનારા પાંચ કાવતરાખોરોની ધરપકડ કરવામાં આવી છે. બ્લાસ્ટ પાછળનો હેતુ શાંતિ ભંગ કરવાનો હતો. વિસ્ફોટમાં ફટાકડામાં વપરાતા વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસ ટૂંક સમયમાં એક પ્રેસ કોન્ફરન્સ કરશે. પંજાબ પોલીસના ડીજીપી ગૌરવ યાદવે કહ્યું કે અમૃતસરમાં વિસ્ફોટોના કેસ ઉકેલી લેવામાં આવ્યા છે. 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અમૃતસરમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિગતવાર માહિતી આપવામાં આવશે.
Five conspirators who allegedly planned the Amritsar blast have been nabbed. The motive behind the blast was to disturb peace. Explosives used in firecrackers were applied in the blast. Police to hold a press conference shortly: Punjab police sources pic.twitter.com/FoY7cU4RRj
— ANI (@ANI) May 11, 2023
પત્રકારો સાથે વાત કરતા પોલીસ કમિશ્નર નૌનિહાલ સિંહે કહ્યું, “રાત્રે 12.15 થી 12.30ની વચ્ચે જોરદાર અવાજ સંભળાયો હતો. આ વધુ એક બ્લાસ્ટ હોવાની શક્યતા છે. આની પુષ્ટિ કરવામાં આવી રહી છે. અમારી પાસે બિલ્ડિંગની પાછળ કેટલાક ટુકડાઓ છે. પરંતુ અંધકારને કારણે અમે તેને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.” મળતી માહિતી મુજબ શ્રી ગુરુ રામ દાસ નિવાસ સૌથી જૂની ‘સરાઈ’ (લોજ) છે. મોટા અવાજની જાણ થતાં પોલીસ કર્મચારીઓ અને ફોરેન્સિક ટીમના સભ્યો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને હાલમાં તપાસ ચાલી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે વિસ્ફોટ સોમવાર, 8 મેની સવારે અહીં સુવર્ણ મંદિર નજીક હેરિટેજ સ્ટ્રીટમાં થયો હતો, જ્યાં 6 મેના રોજ પણ વિસ્ફોટ થયો હતો.
આ પણ વાંચો : 38 વર્ષીય વ્યક્તિને 6 વર્ષની ભત્રીજી પર બળાત્કાર અને હત્યા માટે કોર્ટે ફાંસીની સજા ફટકારી
#WATCH | Amritsar: Visuals from outside the building of Shri Guru Ramdas Ji Niwas from where suspects were rounded up in the aftermath of a loud sound, that was heard near the Golden Temple, which, as per the police, could be another explosion.#Punjab pic.twitter.com/CXzms3FdYw
— ANI (@ANI) May 10, 2023
પોલીસે જણાવ્યું કે વિસ્ફોટ હેરિટેજ સ્ટ્રીટ પર થયો હતો જે સુવર્ણ મંદિર તરફ જતી હતી, તે જ સ્થળની નજીક જ્યાં શનિવારે વિસ્ફોટ થયો હતો. આજની ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોએ શરૂઆતમાં તેને આતંકવાદી હુમલો માન્યો હતો. જોકે, પોલીસે પાછળથી સ્પષ્ટતા કરી હતી કે બ્લાસ્ટ અકસ્માત અથવા તોફાની કૃત્ય હોઈ શકે છે.