વર્લ્ડ

અફઘાનિસ્તાનના કાબુલમાં બ્લાસ્ટઃ ચાઇનીઝ હોટલ પર ફાયરિંગ

Text To Speech

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આજે બે જોરદાર બ્લાસ્ટ થયા છે. આ બ્લાસ્ટ ચીનીઓની હાજરીવાળા વિસ્તારોમાં થયા છે. ત્યાં હાજર લોકોએ જણાવ્યુ કે બ્લાસ્ટનો અવાજ ખુબ જ તેજ હતો. આ ઉપરાંત ફાયરિંગના અવાજ પણ સંભળાયા હતા. એવુ જાણવા મળ્યુ છે કે જે વિસ્તારમાં બ્લાસ્ટ થયો તે હાઇસિક્યોરિટી ધરાવતો વિસ્તાર હતો. હુમલાખોરોએ એક હોટલને નિશાન બનાવી છે.

અફઘાનિસ્તાનના ટોલો ન્યુઝે પણ આ બ્લાસ્ટને સમર્થન આપ્યુ છે અને શેરનાઉ વિસ્તારના રહેવાસીઓએ ત્યાં બ્લાસ્ટ અને ફાયરિંગની વાતને સ્વીકારી છે. ઘટનાને લઇને હજુ સુરક્ષા અધિકારીઓ તરફથી કોઇ નિવેદન આવ્યુ નથી. ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં પરત ફર્યા બાદથી ત્યાં મોટી સંખ્યામાં ચીની વેપારીઓ આવી રહ્યા છે. બીજિંગે પણ તાલિબાન સત્તાની ઓફિશિયલ માન્યતા ન હોવા છતાં ત્યાં પોતાની એમ્બેસી રાખી છે.

અફઘાનિસ્તાનના કાબુલમાં બ્લાસ્ટઃ ચાઇનીઝ હોટલ પર ફાયરિંગ hum dekhenge news

ચાઇનીઝ હોટલ નિશાના પર

હુમલાખોરોએ શહેરની સ્ટાર-એ-નૌ હોટલને નિશાન બનાવી છે. આ હોટલને ચાઇનીસ હોટલ કહેવાય છે. વરિષ્ઠ ચાઇનીસ અધિકારીઓ ઘણીવાર અહીં આવતા જતા રહે છે. હજુ સુધી હુમલાખોરોની ઓળખ થઇ શકી નથી.

આ પણ વાંચોઃ મિત્રતા નિભાવવા રશિયા ફરી આગળ આવ્યું, UNSCમાં ભારતને કાયમી સભ્યપદ માટે કર્યુ સમર્થન

Back to top button