જૂનાગઢ હાઈવે ઉપર અકસ્માત બાદ CNG કારમાં બ્લાસ્ટ, 5 વિદ્યાર્થીઓ સહિત 7ના મૃત્યુ, જૂઓ હૃદયદ્રાવક વીડિયો
- જૂનાગઢ-વેરાવળ હાઈવે ઉપર બે કાર વચ્ચે અકસ્માત થયો હતો
- એક કારનું CNG સિલિન્ડર ફાટતાં આગની ઘટના બની
- વહેલી સવારે બનેલા અકસ્માતથી હાઈવે ચીંચિયારીઓથી ગુંજી ઉઠ્યો
- મૃતક વિદ્યાર્થીઓ કેશોદ આસપાસ રહેવાસી હતા
જૂનાગઢ, 9 ડિસેમ્બર : જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લા વચ્ચે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બે કાર વચ્ચે ટક્કર થતાં CNG કારનું સિલિન્ડર ફાટતાં 5 વિદ્યાર્થીઓ સહિત 7 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. આ બનાવના પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ થયો હતો.
જાણવા મળતી પ્રાથમીક વિગતો મુજબ જૂનાગઢ-વેરાવળ હાઈવે પરના ભંડુરી ગામ પાસે આજે સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એસેન્ટ ફોર વ્હીલ કાર નં. જીજે 11 એસ 4416માં કેશોદ તરફથી આવતા નકુલ વિક્રમભાઇ કુવાડીયા, ધરમભાઇ વીજયભાઇ, અક્ષત સમીરભાઇ દવે તથા અન્ય બે લોકો મોતને ભેટયા હતા. જ્યારે સામેની સેલેરીયો કાર નં. જીજે 11 સીડી 3004 માં બેઠેલા વિનુભાઇ રાજાભાઇ વાળા તથા રાજુભાઇ ડાભોર વાળાના મૃત્યુ નિપજયાના પ્રાથમિક અહેવાલ મેળવાઇ રહ્યાં છે.
સૌરાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માત. જૂનાગઢ – વેરાવળ હાઈવે પર અકસ્માત pic.twitter.com/mobNWaZvp8
— Hum Dekhenge News (@humdekhengenews) December 9, 2024
આ અકસ્માતમાં કારમાં રહેલ CNGનો બાટલો ફાટતા પાંચ વિદ્યાર્થીઓ આગમાં ભડથું થઇ ગયા હતા. આ બનાવ બાદ નજીકમાં આવેલ ઝુંપડામાં પણ આગ લાગી હતી. બનાવની જાણ થતા માળિયા પોલીસ ઉપરાંત ફાયર બ્રિગેડ અને 108નો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. મળતી માહિતી મુજબ મૃતકોમાં તેમાંથી 5 વિદ્યાર્થીઓ હતા જે શાળાએ પરીક્ષા આપવા જઈ રહ્યા હતા. ત્યારે અકસ્માત સર્જાતા અન્ય કારમાં સવાર 2 લોકોના એક કુલ 7 લોકોના મૃત્યુ થયા છે.
અકસ્માતમાં મૃત્યુ પામનાર તમામના મૃતદેહ તમામ માળિયા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના વહેલી સવારે બની હતી જેને લઈને સમગ્ર વિસ્તામાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માત એટલો ભંયકર હતો કે જેમાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી.
આ પણ વાંચો :- પોન્ઝી કૌભાંડના 32 લાખ પીડિતો માટે મહત્વના સમાચાર, ED કરી રહી છે આ કાર્યવાહી