આંધ્રપ્રદેશ, 21 ઓગસ્ટ: આંધ્ર પ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં રિએક્ટરમાં વિસ્ફોટ થયો હતો, જેમાં 18થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ વિસ્ફોટ અચ્યુતપુરમ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં થયો હતો. આ વિસ્ફોટ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં આવેલી ફાર્મા ફર્મ એસેન્ટિયા કંપનીના પ્લાન્ટમાં થયો હતો. ઘાયલોને સારવાર માટે એનટીઆર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં ચાર લોકોના મૃત્યુ થયા છે.
અનાકાપલ્લે પોલીસ અધિક્ષક, દીપિકા પાટીલે મૃત્યુઆંકની પુષ્ટિ કરી, ઉમેર્યું કે બચાવ કામગીરી ચાલી રહી છે કારણ કે ઇમારતમાં હજુ પણ ધુમાડો અને જ્વાળાઓ છે.
બપોરના સમયે અકસ્માત સર્જાયો હતો, જેથી મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાસ્થળેથી લેવામાં આવેલી તસવીરોમાં રિએક્ટરમાંથી ધુમાડો નીકળતો જોવા મળે છે. જે નજીકના ગામોને ઘેરી લેતો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો :ICC રેન્કિંગમાં ભારતીય ટીમનું વર્ચસ્વ, ટોપ 5માં 3 ભારતીય ખેલાડી