રાજકોટથી દિલ્હી જતી ટ્રેનના 1st AC કોચમાં બ્લાસ્ટ, જૂઓ વીડિયો


- ગુડગાંવ નજીક રેવારી અને ખરતાલ વચ્ચેનો બનાવ
- રેલવે વિભાગની ત્વરિત એક્શનથી મોટી દુર્ઘટના અટકી
- પેસેન્જરે સિગારેટ ફૂંકયા બાદ બેદરકારી દાખવતા ઘટના બની
- બનાવમાં કોઈ જાનહાનિ ન થતાં ટ્રેન પુનઃ રવાના કરાઈ
રાજકોટ, 22 નવેમ્બર : રાજકોટથી દિલ્હી જવાના રવાના થયેલી દિલ્હી સરાય રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેનના 1st AC કોચમાં બ્લાસ્ટની ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. ગુડગાંવ નજીક આ ઘટના બની હતી જો કે રેલવે વિભાગની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીના ભાગરૂપે કોઈ જાનહાનિ થઈ ન હતી. સમગ્ર ઘટનાના અંતે જરૂરી કાર્યવાહી કરી ટ્રેનને પુનઃ રવાના કરવામાં આવી છે.
રેવારી અને ખરતાલ વચ્ચેની ઘટના
આ બનાવમાં રાજકોટ ભાજપના અગ્રણી ટ્રેનમાં હાજર હોય તેમના ધ્યાને આવતા તેઓ તુરંત જ ત્યાં દોડી ગયા હતા અને આ અંગે રેલવે વિભાગની ધ્યાન દોર્યું હતું. જે બાદ પોલીસફોર્સ તથા રેલવે વિભાગનો સ્ટાફ દોડી આવ્યો હતો. જેણે ઉચિત પગલાં ભરી ઘટના વધુ ગંભીર બનતી અટકાવી હતી.
પેસેન્જરે સિગારેટ ફૂંકયા બાદ બેદરકારી દાખવી
આ ઘટનાનું પ્રાથમિક કારણ કોઈ પેસેન્જરનો બેદરકારી હોવાનું માનવામાં આવી રહ્યું છે. અજાણ્યા વ્યક્તિએ આ કોચની આસપાસ સિગારેટ પીધેલી હોય અને ત્યારબાદ તેનો જરૂરી નાશ ન કર્યો હોય જેના લીધે ઘટના બની હોવાનું રેલવે વિભાગના સ્ટાફ તરફથી જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો :- અદાણી કેસ પર વ્હાઇટ હાઉસનું નિવેદન, કહ્યું: ‘ અમારી નજર છે, પરંતુ બંને દેશો વચ્ચેના સંબંધો…’