નેશનલ

પટના સિવિલ કોર્ટમાં બ્લાસ્ટ, ઈન્સ્પેક્ટર સહિત 3 પોલીસકર્મી ઘાયલ

Text To Speech

બિહારની રાજધાની પટનાની સિવિલ કોર્ટમાં શુક્રવારે બપોરે અચાનક બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના અવાજ બાદ થોડીવાર માટે કોર્ટ પરિસરમાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ ઘટનાસ્થળે હાજર પોલીસે તુરંત જ પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. હાલ વિસ્ફોટમાં ત્રણ પોલીસ કર્મચારી ઘાયલ થયાના અહેવાલ છે.

પટના સિવિલ કોર્ટમાં બ્લાસ્ટ

મળતી માહિતી મુજબ થોડા દિવસ પહેલા પટનાની એક હોસ્ટેલમાંથી બોમ્બ જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા બોમ્બને કેસની સુનાવણી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન જ બોમ્બ વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ દરમિયાન ત્યાં હાજર કેસની તપાસમાં જોડાયેલા પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા.  કહેવામાં આવી રહ્યું છે કે કદમકુઆન પોલીસ સ્ટેશનની પોલીસ જપ્ત કરાયેલા બોમ્બ અંગે કોર્ટમાં પહોંચી હતી.

વિસ્ફોટની તીવ્રતા ઓછી હતી

એવું કહેવામાં આવી રહ્યું છે કે જે બોમ્બ વિસ્ફોટ થયો તેની તીવ્રતા ઘણી ઓછી હતી, જેના કારણે વધારે નુકસાન થયું નથી. હાલમાં વિસ્ફોટમાં ઘાયલ થયેલા પોલીસ કર્મચારીઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમજ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

 

 

Back to top button