ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કેરળમાં ફટાકડાના વેરહાઉસમાં બ્લાસ્ટઃ 25 થી વધુ ઘરો અને દુકાનો પત્તાના મહેલની જેમ ધરાશાયી, અનેક ઘાયલ

કેરળ, 12 ફેબ્રુઆરી :  હજુ તો મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાની ફેકટરીમાં થયેલા બ્લાસ્ટની(Blast at firecrackers warehouse) સ્યાહી સુકાઈ પણ નથી ત્યાં દેશમાં વધુ એક ઘટના સામે આવી છે. કેરળમાં સોમવારે એક ગેરકાયદેસર ફટાકડાના વેરહાઉસમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આસપાસના 25 થી વધુ ઘરો અને દુકાનો પત્તાના મહેલની માફક ધરાશાયી થઇ ગયા હતા. આ અકસ્માતમાં મહિલાઓ અને બાળકો સહિત 16 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. જયારે એક વ્યક્તિનું નિધન થયું છે. વિસ્ફોટ ત્રિપુનિથુરાના રહેણાંક વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીના(An illegal firecracker factory) વેરહાઉસમાં થયો હતો. બ્લાસ્ટમાં ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જયારે ગંભીર રીતે ઘાયલ 4 વ્યક્તિને કલામસેરી મેડિકલ કોલેજમાં(Kalamsery Medical College) રિફર કરવામાં આવ્યા છે.

ફટાકડાનો ગોદામ રાખના ઢગલામાં ફેરવાઈ ગયો

જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ તિરુવનંતપુરમના રહેવાસી વિષ્ણુ તરીકે થઈ છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસના 25 થી વધુ ઘરો અને કેટલીક દુકાનો ધરાશાયી થઈ ગઈ હતી. 2 વાહનો પણ સંપૂર્ણપણે બળી ગયા હતા. જો કે વિસ્ફોટ કેવી રીતે થયો તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ આખું વેરહાઉસ રાખના ઢગલામાં ફેરવાઈ ગયું છે. વિસ્ફોટના સમાચાર મળતાની સાથે જ પોલીસ, પ્રશાસનના અધિકારીઓ અને ફાયર બ્રિગેડની(Fire Brigade) ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરતા પોલીસ ઘાયલોને હોસ્પિટલ લઈ ગઈ હતી.

સિગારેટ અને બીડીમાંથી તણખા પડ્યાની આશંકા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફાયર બ્રિગેડ ઓફિસના એક વરિષ્ઠ અધિકારીએ બ્લાસ્ટની પુષ્ટિ કરી છે. જોરદાર વિસ્ફોટ થયો, જેના આંચકા ફાયર સ્ટેશન સુધી પણ અનુભવાયા. આગને સમયસર કાબૂમાં લેવામાં આવી હતી, પરંતુ વહીવટીતંત્ર અને પોલીસને ખબર નહોતી કે ફટાકડાની ફેક્ટરી અને ગોદામ ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહ્યા છે. સ્થાનિક લોકોએ આપેલી માહિતી મુજબ, વેરહાઉસમાં એક વાહનમાંથી ફટાકડા ઉતારવામાં આવી રહ્યા હતા ત્યારે વિસ્ફોટ થયો હતો. આવી સ્થિતિમાં આ વિસ્ફોટ સિગારેટ કે બીડીમાંથી નીકળતા તણખાને કારણે થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

વિસ્ફોટથી શું નુકસાન થયું?

ફેક્ટરીમાં વિસ્ફોટના કારણે ઈમારતોની છતને નુકસાન થયું હતું. ઘણા ઘરોના દરવાજા અને બારીઓ ઉડી ગયા હતા, જેનો કાટમાળ પાર્કિંગમાં પાર્ક કરેલી કાર પર પડ્યો હતો. નજીકમાં આવેલા વૃક્ષોમાં આગ લાગી હતી. એક મહિલાએ કહ્યું કે બ્લાસ્ટને કારણે અમે બધું ગુમાવ્યું છે. મારા ઘરને સંપૂર્ણ નુકસાન થયું છે. દરવાજા અને બારીઓ પણ બાલી ગયા છે.

મંત્રીએ તબીબોને કડક સૂચના આપી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેરળના સ્વાસ્થ્ય મંત્રી વેણા જ્યોર્જે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને વિશેષ સારવાર આપવાના નિર્દેશ આપ્યા છે. કલામસેરી મેડિકલ કોલેજ અને એર્નાકુલમ જનરલ હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોની યોગ્ય કાળજી સુનિશ્ચિત કરવા માટે જિલ્લા તબીબી અધિકારીએ પગલાં લીધાં છે. મંત્રીએ પોલીસ અને વહીવટીતંત્રને આ મામલાની સંપૂર્ણ તપાસ કરવા પણ કહ્યું છે.

વિદેશની જેલોમાં બંધ હજારો ભારતીયોમાંથી મોટાભાગના ખાડી દેશમાં કેદ, શું છે કારણ?

‘નઝુલની જમીન’ એટલે શું? જેના પર બનેલી ઇમારતને લઇ હલ્દવાનીમાં હિંસા થઇ

હવે Kellogg’s Chocosમાંથી નીકળી ઈયળ, વીડિયો થયો વાયરલ

અયોધ્યાની અનોખી ‘સીતારામ બેંક’, વિદેશઓ પણ ખોલાવી રહ્યાં છે ખાતા, જાણો શું છે ખાસિયત

Back to top button