ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નાગપુરમાં વિસ્ફોટક બનાવતી કંપનીમાં ધડાકો, નવનાં મૃત્યુ

Text To Speech
  • નાગપુરની એક વિસ્ફોટક બનાવતી કંપનીમાં વહેલી સવારે ધડાકો
  • અચાનક થયેલા ધડાકામાં 9 કામદારોના મૃત્યુ, અનેક ઘાયલ

મહારાષ્ટ્ર, 17 ડિસેમ્બર: મહારાષ્ટ્રના નાગપુરમાં એક કંપનીમાં મોટો વિસ્ફોટ થયો છે. પોલીસે જણાવ્યું કે રવિવારે સવારે થયેલા વિસ્ફોટમાં 9 લોકોના મૃત્યુ થયા છે. આ અચાનક થયેલા ધડાકામાં અનેક લોકો ઘાયલ થયા છે. સમાચાર એજન્સી પીટીઆઈએ એક વરિષ્ઠ પોલીસ અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે બજારગાંવ વિસ્તારમાં સોલાર ઈન્ડસ્ટ્રીઝના કાસ્ટ બૂસ્ટર યુનિટમાં સવારે 9 વાગ્યે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટની તીવ્રતા જોતાં મૃત્યુઆંક વધી શકે છે.

આ કંપની નાગપુર અમરાવતી રોડ પર બજાર ગામમાં આવેલી છે. પ્રાથમિક માહિતી મુજબ વિસ્ફોટ આજે સવારે 9 વાગ્યે થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટકો પેક કરવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ ખૂબ જ તીવ્ર હતો અને ત્યાં હાજર ઘણા કામદારો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં નવ લોકોના મૃત્યુ થયા છે. સોલાર એક્સપ્લોસિવના મુખ્ય દરવાજા સામે મોટી સંખ્યામાં કામદારોના પરિવારના સભ્યો એકઠા થયા છે.

આ પણ વાંચો: સંસદમાં બનેલી ઘટના ચિંતાજનક, ઉંડાણપૂર્વક તપાસ જરૂરીઃ પીએમ મોદી

Back to top button