પાકિસ્તાનમાં ચૂંટણીના એક દિવસ પહેલા બ્લાસ્ટ, 25 નાગરિકોએ જીવ ગુમાવ્યો, અસંખ્ય ઘાયલ
- રાજકીય પાર્ટીના કાર્યાલય બહાર થયો જોરદાર ધમાકો
- બલૂચિસ્તાનના પિશિન જિલ્લામાં થયો હુમલો
પાકિસ્તાન, 7 ફેબ્રુઆરી : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ચૂંટણીના એક દિવસ પહેલા મોટા બોમ્બ ધમાકાના સમાચાર સામે આવ્યા છે. આ બોમ્બ બ્લાસ્ટમાં 25 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને બીજા અસંખ્ય ઘાયલ થયા હતા. જેમાં એક રાજકીય પાર્ટીના કાર્યાલયને ટાર્ગેટ બનાવી કાર્યાલયની બહાર ધમાકો કરવામાં આવ્યો હોવાનું હાલમાં સામે આવી રહ્યું છે.
પાકિસ્તાનમાં આવતીકાલે 8 ફેબ્રુઆરીએ થનાર સામાન્ય ચૂંટણી પહેલા એક મોટો બોમ્બ ધમાકો થયો છે. ચૂંટણીના એક દિવસ પહેલા બલૂચિસ્તાનમાં આ બ્લાસ્ટ થયો છે. જેમાં 25 લોકોના મૃત્યુ સાથે અનેક લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
અધિકારીઓએ જણાવ્યું કે સામાન્ય ચૂંટણી પહેલા બલૂચિસ્તાનમાં બુધવારે એક રાજકીય દળના કાર્યાલય બહાર ધમાકો થયો છે. જેમાં આ ધમાકા વખતે પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ પણ અહી હાજર હતા. જેમાં હાલમાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
બલૂચિસ્તાનના પિશિન જિલ્લામાં થયો બોમ્બ વિસ્ફોટ
ડેપ્યુટી કમિશનર જુમ્મા દાદ ખાને જણાવ્યું કે આ વિસ્ફોટ બલૂચિસ્તાનના પિશિન જિલ્લાના નોકાંડી વિસ્તાર સ્થિત ઉમેદવારના કાર્યાલય પર થયો છે. જેમાં 25 લોકોના મૃત્યુ થયા છે.
અગાઉ બ્લાસ્ટમાં 10 લોકોના મૃત્યુ થયા હતા
આ પહેલા પાકિસ્તાનના ડેરા ઈસ્માઈલ ખાનમાં પણ એક બોમ્બ હુમલો થયો હતો. જ્યાં એક પોલીસ સ્ટેશન પર થયેલા આતંકવાદી હુમલામાં 10 પોલીસ કર્મી મૃત્યુ પામ્યા હતા. હુમલો મધરાતે કરવામાં આવ્યો હતો. જ્યારે મોટાભાગના પોલીસ કર્મીઓ સૂઈ ગયા હતા. જેમાં સૂઈ રહેલા પોલીસ કર્મીઓ પર હુમલો થવાના કારણે સામે જવાબી કાર્યવાહી થઈ શકી ન હતી. પાકિસ્તાનમાં હાલના સમયમાં લગાતાર આતંકી હુમલા થઈ રહ્યા છે. જો કે પાકિસ્તાનની સરકાર આવા હુમલાઓને રોકવામાં નિષ્ફળ સાબિત થઈ છે.
આ પણ વાંચો : ચૂંટણી પહેલા પાકિસ્તાન ભડકે બળ્યું, આતંકવાદી હુમલામાં 10 પોલીસકર્મીઓનાં મૃત્યુ