ગુજરાત

પાલિકાઓને કારણે રાજ્યના અનેક શહેરોમાં અંધારપટ, વર્ષોથી વીજ બીલ બાકી રહેતા કપાયા કનેક્શન

રાજ્યમાં પાલિકાની ભૂલને કારણે અનેક વખત નાગરિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે. ત્યારે હવે પાલિકાને કારણે હવે લોકોને અંધારપટમાં રહેવાનો વારો આવ્યો છે. રાજ્યના ઘણી એવા પાલિકા છે. જેમને વીજ બીલ ભર્યું નથી જેના કારણે વીજ કંપનીઓએ સ્ટ્રીટલાઈટ્સ કે ઓફિસોના વીજ કનેક્શન કાપી નાખ્યા છે. રાજ્યના નાના શહેરોની એક-એક ગલીઓમાં અંધારપટ છવાયો છે.

વીજ બીલ બાકી રહેતા વીજ કનેક્શન કપાયા

રાજ્યની અનેક નગરપાલિકાઓનું વીજ બીલ ચૂકવવાનું બાકી હોવાથી વીજ કંપનીઓએ સ્ટ્રીટલાઈટ્સ કે ઓફિસોના વીજ કનેક્શન કાપી નાખ્યા છે. જેના કારણે લોકોને અંધારામાં અવરજવર કરવાની ફરજ પડી રહી છે. રાજ્યમાં મોટાભાગની પાલિકાઓ નિયમિત વીજળીનું બીલ ચૂકવી નથી શકતી. પાલિકાઓના બીલનો આંકડો કરોડોને વટાવી ગયો હોવાથી વીજ કંપનીઓએ વીજ કનેક્શન કાપી નાખ્યા છે. રાજ્યમાં 62 નગરપાલિકાઓનું 316 કરોડ રૂપિયાનું બીલ PGVCLને ચૂકવવાનું બાકી છે. જ્યારે 31 નગરપાલિકાઓએ MGVCLને 82 કરોડ રૂપિયાનું બીલ ચૂકવવાનું બાકી છે.

પાલિકાઓના વીજ બીલ-humdekhengenews

ડિસ્કોમ અને નગરપાલિકાઓ વચ્ચે બીલ ભરવા મુદ્દે ખેંચતાણ

રાજ્ય સરકાર સંચાલિત પાવર ડિસ્ટ્રીબ્યૂશન કંપનીઓ (ડિસ્કોમ) અને નગરપાલિકાઓ વચ્ચે બીલ ભરવા મુદ્દે હાલ ખેંચતાણ ચાલી રહી છે. મોટાભાગની પાલિકાઓ ડિસ્કોમને નિયમિત વીજળીનું બીલ ચૂકવી નથી શકતી. જ્યારે નગરપાલિકાઓનું કહેવું છે ટેક્સ સમયસર ચૂકવાતો ના હોવાથી તેમને આવક થતી નથી જેના કારણે આ વીજબીલ ભરવાના બાકી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દરેક બીલિંગ સાયકલની ડેડલાઈનમાં બીલ ભરી શકે તેવી ખૂબ ઓછી નગરપાલિકાઓ છે. મોટાભાગની પાલિકાઓને ડિસ્કોમ્સને નિયમિતપણે બીલ ચૂકવી શકતી નથી.લગભગ બધી જ નગરપાલિકાઓને અલગ-અલગ રકમના બીલ ચૂકવવાના બાકી છે. તેમાય વળી ઘણી પાલિકાઓના બીલનો આંકડો કરોડોને પાર થયો છે.

MGVCLનું બાકી બીલ

MGVCLના એક અધિકારીના જણાવ્યા અનુસાર 35 નગરપાલિકાઓનું 31 જાન્યુઆરી સુધી 82 કરોડ રૂપિયાનું બીલ ભરવાનું બાકી છે. જેથી મધ્ય ગુજરાતમાં ગોધરા, બાલાસિનોર, બોરસદ અને અન્ય કેટલીક નગરપાલિકાઓના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે.

DGVCLઆટલી પાલિકાઓનું બીલ બાકી

DGVCL ઓફિસરના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતની 19 નગરપાલિકાઓમાંથી ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી વીજ બીલ સમયસર ભરવામાં આવતા નથી. તે સિવાયની પાલિકાઓ સમયસર બીલ ચૂકવે છે.

પાલિકાઓના વીજ બીલ-humdekhengenews

PGVCLનું બાકી બીલ

જો સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરવામા આવે તો PGVCLએ છેલ્લા એક મહિનામાં મોરબી, અંજાર, ભૂજ, બોટાદ સહિતની 20 જેટલી નગરપાલિકાઓનો પાણીનો પુરવઠો પૂરો પાડવા માટે વપરાતી વીજળીના કનેક્શન કાપી નાખ્યા છે. PGVCLને 2014થી ડિસેમ્બર 2022ના અંત સુધી આશરે 62 નગરપાલિકાઓનું 316 કરોડ રૂપિયાનું બીલ ચૂકવવાનું બાકી છે.

UGVCLનું બાકી બીલ

અને જો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાંથી UGVCLને 31 જાન્યુઆરી સુધીમાં નગરપાલિકાઓ પાસેથી 58.75 કરોડ રૂપિયા લેવાના બાકી નીકળે છે. UGVCLના ઓફિસરે આ બાબતે પ્રાંતીજ, સાણંદ સહિતની નગરપાલિકાઓના પ્રમુખને પત્ર લખીને બીલની બાકી રકમ અંગે જાણકારી આપી છે.

આ પણ વાંચો : એક સાથે 13 રાજ્યોમાં રાજ્યપાલની ફેરબદલ, મહારાષ્ટ્રના રાજ્યપાલ બન્યા રમેશ બૈસે

Back to top button