આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

રશિયાના હુમલાથી યુક્રેનમાં બ્લેકઆઉટ, ઝેલેન્સ્કીએ માંગી મદદ

Text To Speech

કિવ, તા. 29 નવેમ્બર, 2024: રશિયન સેનાએ ગુરુવારે રાત્રે યુક્રેન પર મોટો હુમલો કર્યો હતો. જેના કારણે દેશમાં અંધારપટ (બ્લેકઆઉટ) છવાઈ ગયો હતો. રશિયાએ 91 મિસાઇલ અને 97 ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. યુક્રેને જણાવ્યું કે રશિયાએ આ હુમલામાં મોટાભાગે ઊર્જા અને ઇંધણ કેન્દ્રોને નિશાન બનાવ્યા હતા. પરિણામે, લગભગ 10 લાખ લોકોને અંધારામાં રહેવાની ફરજ પડી હતી. યુક્રેને રશિયા પર એ. ટી. એ. સી. એમ. એસ. મિસાઇલોનો ઉપયોગ કર્યા બાદ આ હુમલા થયા હતા, જે અમેરિકા દ્વારા પૂરી પાડવામાં આવી હતી. એ. ટી. એ. સી. એમ. એસ. લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલ છે.

ઝેલેન્સ્કીએ પશ્ચિમના દેશો પાસે માંગી મદદ

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ હુમલાને લઈ ચિંતા વ્યક્ત કરી છે. તેમણે અગાઉ નાટોના સેક્રેટરી જનરલ માર્ક રુટ્ટે, બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમર અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સહિત પશ્ચિમી નેતાઓને મદદ માટે અપીલ કરી હતી. યુક્રેન બે વર્ષથી વધુ સમયથી રશિયા સાથે યુદ્ધમાં છે. આ સમયગાળા દરમિયાન તેમણે ઘણું સહન કર્યું છે. જો કે, તેના સાથીઓની મદદથી, તે રશિયા જેવા શક્તિશાળી દેશ સામે ઊભો છે.


25 નવેમ્બરે પણ કર્યો હતો હુમલો

ગઈ રાતના હુમલા પહેલા, રશિયાએ 25 નવેમ્બરે રાતોરાત યુક્રેન પર 188 ડ્રોન પણ છોડ્યાં હતાં. બંને દેશો વચ્ચે સંઘર્ષ શરૂ થયો ત્યારથી રશિયાનો આ સૌથી મોટો ડ્રોન હુમલો હોવાનું માનવામાં આવે છે. યુક્રેનિયન વાયુ સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ડ્રોન ઉપરાંત રશિયાએ ચાર બેલિસ્ટિક મિસાઇલ પણ છોડી હતી. યુક્રેનની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓએ 17 વિસ્તારોમાં 76 ડ્રોનને તોડી પાડ્યા હતા.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં સીએમ પદને લઈ સસ્પેન્સ યથાવત, શાહ સાથે મીટિંગ બાદ પરત ફર્યા શિંદે અને ફડણવીસ

Back to top button