ધર્મવિશેષ

કાળા પથ્થરના શિવલિંગમાં છે ભરપૂર સકારાત્મક્તા : જાણો શું છે કારણ

Text To Speech

ભગવાન શિવની પૂજા સનાતન ધર્મનો પ્રમુખ હિસ્સો છે. પૃથ્વીના આરંભથી શિવની પૂજા થાય છે. શિવની પૂજાથી માત્ર મૃત્યુ પર જ વિજય નથી મળતો, પણ જીવનના તમામ સુખ,ઐશ્વર્યની પ્રાપ્તિ મળે છે. જેથી વેદોમાં શિવને સર્વોચ્ચ સત્તા કહેવામાં આવે છે. શિવપુરાણ સાથે અનેક પ્રાચીન ગ્રંથોમાં શિવપૂજા વિશે જણાવાયુ છે. તેમાં અનેક પ્રકારના શિવલિંગોની પૂજાનું અલગ-અલગ મહત્વ જણાવાયુ છે. તેમાંથી સૌથી પ્રભાવશાળી છે તે કાળા પથ્થરનો શિવલિંગ. મોટા ભાગના લોકો કાળા પત્થરથી પરેજી કરે છે, ખાસ કરી કોઈ શુભ કામમાં કાળો રંગ પહેરવો ઠીક નથી મનાતો પણ શું તમે જાણો છો કે આ કાળો રંગ તમારું ભાગ્ય બદલવાની ક્ષમતા રાખે છે, હા, તમને આશ્ચર્ય થશે પણ નિયમિત રીતે કાળા પથ્થરના શિવલિંગના સંપર્કમાં આવશો તો જાતે જ જોઈ શકશો કે તમારામાં કેટલા સકારાત્મક ફેરફારો આવી રહ્યા છે.

શું છે કાળા રંગનો અર્થ? : સૂર્યના પ્રકાશમાં તમામ રંગો હોય છે, કાળો રંગ આપણને એટલે કાળો દેખાય છે કારણ કે તે તમામ રંગોને પોતાની અંદર શોષી લે છે. જેમકે, તમને કોઈ વસ્તુ લાલ ત્યારે જ દેખાય છે જ્યારે લાલ રંગને પરાવર્તિત કરી તમારી આંખો સુધી પહોંચાડે છે. તેવી જ રીતે અન્ય રંગ પણ પરાવર્તિત થાય છે અને તમને દેખાય છે. કાળો રંગ એટલે કાળો છે કારણ કે તે કોઈ પણ રંગને પરાવર્તિત કરી શકતો નથી.

કાળા શિવલિંગનું રહસ્ય : શિવલિંગમાં તમારા આસપાસની તમામ નકારાત્મક ઊર્જાને અવશોષિત કરવાની ક્ષમતા હોય છે. શિવલિંગ પર જળ પણ એટલે જ ચઢાવાય છે કારણ કે તેણે જે નકારાત્મક ઊર્જા અવશોષિત કરી લીધી છે તે દૂર થઈ શકે. જો કે કાળો રંગ પણ અન્ય રંગોને અવશોષિત કરી લે છે જેથી કાળા પત્થરના શિવલિંગનું મહત્વ વધી જાય છે. જો તમે નિયમિત રીતે કાળા પથ્થરના શિવલિંગની નજીક જશો તો તમારી અંદરની તમામ નકારાત્મક ઊર્જા શિવલિંગમાં જતી રહેશે અને તમે પોઝીટીવ એનર્જીથી ભરાઈ જશો.

કોઈ રોગ તમારી નજીક નહિં આવે : નકારાત્મક ઊર્જા જ તમામ બિમારીઓનું કારણ હોય છે. જો તમારે ધનનો અભાવ હોય તો તે પણ તમારી ઊર્જાને કારણે જ છે. જેથી કાળા પત્થરના શિવલિંગની નજીક નિયમિત જવાથી તમે ઊર્જાવાન બનશો, તમારી પાસે કોઈ રોગ નહિં આવે.

કાળા પથ્થરના શિવલિંગના લાભ : કાળા પથ્થરનો શિવલિંગ પર નિયમિત જળ અર્પિત કરવાથી તમે તેના સંપર્કમાં આવશો. જળ અર્પિત કરતી વખતે તમારી અંદર નકારાત્મક વિચાર આવશે તે શિવલિંગમાં અવશોષિત થઈ જશે. વ્યક્તિ જેવું વિચારે છે, તેવો જ બની જાય છે અને તેવું જ તેની સાથે થવા લાગે છે. જો તમે શિવલિંગની નજીક સારી વાતો વિચારશો તો મનમાં સારા વિચાર આવશે અને તમારી સાથે પણ સારુ થવા લાગશે. જો શિવલિંગની નજીક તમે ધન પ્રાપ્તિનો વિચાર લઈને જશો તો તમને ધન પ્રાપ્તિના માર્ગ જાણવા મળશે. શિવ પુરાણમાં ભગવાન શિવે મનુષ્યના કર્મ પર બળ આપ્યુ છે. જે જેવું કર્મ કરશે, તેને અનુરૂપ તેના જીવનની દિશા નક્કી થશે. જેથી નિયમિત શિવની પૂજાની સાથે સારુ કર્મ પણ કરતા રહો. શિવે ક્યારેય ભાગ્યવાદી રહેવાની શીખ આપી નથી.

Back to top button