ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ત્રણ રાજ્યોમાં ભાજપના વિજ્ય બાદ CM ખુરશી માટે કવાયત

નવી દિલ્હી, 05 ડિસેમ્બર: મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ભાજપની જંગી જીત બાદ હવે મુખ્યમંત્રી પદના ચહેરાને લઈને અંદરોઅંદર ખેંચતાણ જોવા મળી રહી છે. આ ત્રણ રાજ્યોમાં ભાજપે મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કર્યા વિના પીએમ મોદીના નામે ચૂંટણી લડી છે. મુખ્યમંત્રીની રેસમાં સામેલ નેતાઓએ આ અંગે વાટાઘાટો શરૂ કરી દીધી છે. રાજસ્થાનમાં પૂર્વ સીએમ વસુંધરા રાજે બીજા ધારાસભ્યો સાથે ચર્ચાનો દોર શરૂ કર્યો છે.

છત્તીસગઢમાં સીએમની રેસમાં રમણ સિંહ આગળ

છત્તીસગઢમાં ત્રણ વખતના CM રમણ સિંહને સીએમની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. આ સિવાય છત્તીસગઢ BJP અધ્યક્ષ અરુણ સાઓ, સરોજ પાંડે, રેણુકા સિંહ અને ઓપી ચૌધરી પણ CMની રેસમાં છે. જો કે, છત્તીસગઢમાં અત્યાર સુધી કોઈ નેતા તરફથી કોઈ જમાવટ જોવા મળી નથી. બીજી તરફ, જ્યારે સીએમ ચહેરા વિશે પૂછવામાં આવ્યું ત્યારે રમણ સિંહે કહ્યું કે આ નિર્ણય ધારાસભ્ય દળની બેઠકમાં લેવામાં આવશે.

મધ્યપ્રદેશમાં સીએમના ચહેરાને લઈ અટકળો શરૂ

તેવી જ રીતે મધ્યપ્રદેશમાં ભાજપને જંગી બહુમતી મળી છે. મધ્યપ્રદેશમાં પણ સીએમ ચહેરાને લઈને અનેક અટકળો ચાલી રહી છે. રાજ્યમાં શિવરાજ સિંહ ચૌહાણ, પ્રહલાદ પટેલ, નરેન્દ્ર સિંહ તોમર, કૈલાશ વિજયવર્ગીય અને જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત અનેક નામો મુખ્યમંત્રી પદની રેસમાં છે. જો કે વર્તમાન સીએમ શિવરાજ સિંહ ચૌહાણનું નામ રેસમાં સૌથી આગળ છે. એમપીમાં ભાજપની જીતનો શ્રેય પણ તેમને મળી રહ્યો છે. જો કે હજુ સુધી મધ્યપ્રદેશમાં કોઈ નેતા સક્રિય જોવા મળતા નથી. જ્યારે શિવરાજ સિંહને ખુદ સીએમ ચહેરા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, આનો નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ કરશે.

રાજસ્થાનમાં સીએમ પદને લઈ ઘમાસાણ

રાજસ્થાનમાં સીએમની રેસમાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વસુંધરા રાજે સૌથી આગળ માનવમાં આવે છે. ચૂંટણીના પરિણામો આવ્યા બાદ રાજસ્થાનમાં તેઓ ખૂબ જ એક્ટિવ દેખાઈ રહ્યા છે. તેમણે અત્યાર સુધી 68 ધારાસભ્યો સાથે પણ વાત કરી છે. લગભગ 28 ધારાસભ્યો પણ તેમને મળ્યા છે. બીજી તરફ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં સાંસદ રાજ્યવર્ધન રાઠોડ, ગજેન્દ્ર સિંહ શેખાવત અને બાબા બાલકનાથ દિલ્હીમાં છે. ત્રણેય રાજ્યોમાં સીએમને લઈને હાઈકમાન્ડની બેઠકો પણ ચાલી રહી છે. જો કે રાજસ્થાન પહોંચેલા બીજેપી પ્રભારી અરુણ સિંહે કહ્યું કે રાજસ્થાનમાં સીએમ કોણ બનશે તે સંસદીય બોર્ડ નક્કી કરશે.

આ પણ વાંચો: INDI ગઠબંધનમાં વધ્યો તણાવ, હવે નીતિશકુમાર પણ બેઠકમાં હાજર નહીં રહે

Back to top button