ટ્રેન્ડિંગનેશનલમીડિયા

ગોવામાં ભાજપનો વિજયોત્સવ: પંચાયત પરિણામો પર પીએમ મોદીની ખુશી

ગોવા, 22 ડિસેમ્બર 2025 : Goa Zilla Panchayat Election Results : ગોવામાં 2025 જિલ્લા પંચાયત ચૂંટણીના પરિણામો સોમવાર, 22 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપે પ્રચંડ વિજય મેળવ્યો હતો, જ્યારે કોંગ્રેસનો કારમી હાર થી હતી. ગોવા જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 50 માંથી 30 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ માત્ર 8 બેઠકો પર સમેટાઈ ગઈ હતી. ગોવામાં ભાજપની જીતથી પીએમ મોદી પણ ખુશ છે. તેમણે આ જીત પર ભાજપને અભિનંદન આપ્યા હતા.

ગોવા સુશાસન સાથે ઉભું છે – પીએમ મોદી

ગોવામાં ભાજપની જીત અંગે પીએમ મોદીએ કહ્યું, “ગોવા સુશાસન સાથે ઉભું છે. ગોવા પ્રગતિશીલ રાજકારણ સાથે છે. હું ગોવામાં મારા બહેનો અને ભાઈઓનો આભાર માનું છું કે તેમણે જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપ-MGP (NDA) પરિવારને મજબૂત સમર્થન આપ્યું. આ ગોવાના વિકાસ માટેના અમારા પ્રયાસોને વધુ મજબૂત બનાવશે. અમે આ અદ્ભુત રાજ્યના લોકોના સપના અને આકાંક્ષાઓને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમારા મહેનતુ NDA કાર્યકરોએ જમીન પર પ્રશંસનીય કાર્ય કર્યું છે, જેના પરિણામે આ પરિણામ મળ્યું છે.”

ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી પરિણામો
કુલ બેઠકો: ૫૦/૫૦

ભાજપ: ૩૦
કોંગ્રેસ: ૮
અપક્ષ: ૫
MGP: ૨
AAP: ૨
RGP: ૨
GFP: ૧

ગોવામાં ભાજપ નંબર ૧ – મુખ્યમંત્રી પ્રમોદ સાવંત

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું, “ગોવામાં ભાજપ નંબર ૧! ગોવામાં ભાજપ નંબર ૧! ભાજપ પર વિશ્વાસ કરવા અને અમને પ્રચંડ વિજય અપાવવા બદલ આભાર! ભાજપ-MGP (NDA) ગઠબંધનના તમામ નવા ચૂંટાયેલા જિલ્લા પંચાયત સભ્યોને હાર્દિક અભિનંદન. આ મજબૂત જનાદેશ વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની ડબલ-એન્જિન સરકારમાં લોકોના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. હું અમારા સમર્પિત કાર્યકરોની પણ પ્રશંસા કરું છું. મને વિશ્વાસ છે કે ભાજપની આગેવાની હેઠળનું ગઠબંધન સર્વાંગી વિકાસને વેગ આપશે, પારદર્શક અને જવાબદાર શાસનને મજબૂત બનાવશે અને વિકસિત ગોવા અને વિકસિત ભારત તરફ કામ કરશે.”

આ પણ વાંચો:મચ્છરોથી બચવા કરેલો ધૂમાળો બન્યો જીવલેણ, માતા અને બે પુત્રોના મોત

Back to top button