રાજસ્થાનના રાજસમંદ પહોંચી ભાજપની પરિવર્તન યાત્રા, MP દિયા કુમારી અને MLA દીપ્તિ મહેશ્વરીએ કર્યું સ્વાગત
રાજસ્થાનમાં ચૂંટણીની બ્યુગલ વાગી ગયું છે. સત્તાપક્ષ કોંગ્રેસ અને વિપક્ષ ભાજપે પોતાનો ચૂંટણી પ્રચાર જોરશોરથી શરૂ કરી દીધો છે. કોંગ્રેસ સત્તા જાળવી રાખવા અને ભાજપ સત્તા મેળવવા એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે હાલ રાજસ્થાનમાં ભાજપની પરિવર્તન યાત્રા ચાલી રહી છે. જે આજે રાજસમંદ જિલ્લાના સુરજપરા ગામથી જિલ્લામાં પ્રવેશી હતી. આ યાત્રાનું સ્વાગત જિલ્લાના સાંસદ દિયા કુમારી તેમજ ધારાસભ્ય દીપ્તિ મહેશ્વરી દ્વારા કરવામાં આવ્યું હતું.
રાજસ્થાનના રાજસમંદ પહોંચી ભાજપની પરિવર્તન યાત્રા#Rajasthan #Rajasthannews #Rajasthanupdate #bjp #BJPParivartanYatra #ParivartanYatra #election #news #newsupdate #gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/66WXWZm1Dv
— Hum Dekhenge News (@humdekhengenews) September 12, 2023
મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો જોડાયા
ભાજપની પરિવર્તન યાત્રા રાજસમંદના રેલમગરા ગામે પહોંચી હતી. આ યાત્રાનું જોરદાર સ્વાગત ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું. ઉપરાંત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આ યાત્રામાં જોડાયા હતા. રાજસ્થાન ભાજપ આયોજિત આ યાત્રાને રાજ્યભરમાં ખૂબ જ સાથ અને સહકાર મળી રહ્યો છે. લોકોનો પ્રેમ જોઈ કાર્યકરો તેમજ નેતાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રાજસ્થાનના રાજસમંદ પહોંચી ભાજપની પરિવર્તન યાત્રા, MP દિયા કુમારી અને MLA દીપ્તિ મહેશ્વરીએ કર્યું સ્વાગત#Rajasthan #Rajasthannews #Rajasthanupdate #bjp #BJPParivartanYatra #ParivartanYatra #election #news #newsupdate #gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/0Oi455bCEx
— Hum Dekhenge News (@humdekhengenews) September 12, 2023