જાણો કેમ 156 બેઠક જીતનાર ભાજપ સરકારે માત્ર 16 મંત્રી બનાવ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જંગી બહુમતી મળી છે. જેમાં ભાજપને 156 ધારાસભ્યો મળ્યા છે. તેવામાં આજે નવા મંત્રીમંડળનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. સાથે જ 16 જેટલા મંત્રીઓએ શપથ લીધા હતા. જેમાં સાંજે સચિવાલયમાં કેબિનેટ ખંડમાં પ્રથમ કેબિનેટ મળી હતી. અને મુખ્યમંત્રી સહીત દરેક નવા મંત્રીઓના ખાતા નક્કી કરાય છે. તેવામાં સામાન્ય જનતાને એ સવાલ છે કે કેમ 156માંથી માત્ર 16ને જ મંત્રી બનાવાયા છે. તેના જવાબ નીચે જણાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં “દાદા” સરકારમાં 33 પૈકી માત્ર 12 જિલ્લાને મળ્યા “ઘરના મંત્રી”
શા માટે 2017માં ભાજપે 22 મંત્રી બનાવ્યા
2017ની ચૂંટણી પહેલા ગુજરાતમાં પાટીદાર આંદોલન, ઠાકોર આંદોલન અને અન્ય સમાજના ભાજપ તરફનો આક્રોસ અને વિરોધના કારણે ભાજપને માત્ર 99 બેઠક મળી હતી. તેથી BJPએ આ વિરોધને ખાળવા માટે મોટી રણનીતિ ઘડી અને ગુજરાતના મંત્રીમંડળમાં 22 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ રણનીતિથી ભાજપને 2022માં મોટી સફળતા મળી અને 156 રેકોર્ડ જીત સાથે ગુજરાતમાં સરકાર બનાવી.
આ પણ વાંચો: ગુજરાતના નવા મંત્રીઓને મળી ગયા ખાતા, જાણો કોને કયા વિકાસ કરવાની દાદાએ આપી તક
2007થી 17 મંત્રી બનાવવાની રણનીતિ
ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ઓછા મંત્રી રાખવાની નવી રણનીતિ ઘડી હતી. અન્ય રાજ્યની વાત કરવામાં આવેતો સરેરાશ 20થી 25 મંત્રી હોય છે. પંરતુ ગુજરાતમાં અસરકારક કામ કરવા, જનહીતના પ્રશ્ન ઉકેલવા અને કુશળ વહીવટ માટે આ સિદ્ધાંત અત્યાર સુઘી સફળ રહ્યો છે. આ પણ એક અપવાદ જોવા મળ્યો કે 2017માં ઓછી સીટો આવતા આ સિદ્ધાંતમાં બાંધછોડ કરવામાં આવી હતી. આવા અનેક કારણો છે કે, ગુજરાતમાં ભાજપ 27 વર્ષથી સતા સંભાળવામાં સફળ રહ્યા છે.