અમદાવાદગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

ગુજરાતમાં ભાજપના સ્ટાર પ્રચારકો મેદાનમાં, PM મોદી અને અમિત શાહ સભાઓ ગજવશે

Text To Speech

અમદાવાદ, 24 એપ્રિલ 2024, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે રાજ્યમાં પ્રચાર માટે કેન્દ્રમાંથી ધૂરંધર નેતાઓ મેદાનમાં ઉતરશે. રાજ્યમાં ગૃહમંત્રી અમિત શાહ 27થી 29 એપ્રિલ સુધી પ્રચાર કરે તેવું આયોજન ગોઠવવામાં આવ્યું છે. તેઓ ત્રણ દિવસ માટે ગુજરાત આવશે અને દાહોદ અને પંચમહાલ જિલ્લામાં પ્રચાર કરશે. બીજી તરફ વડાપ્રધાન મોદી પણ ગુજરાતમાં આવીને સભાઓ ગજવશે.

પહેલી મેથી જ વડાપ્રધાન મોદી ઝંઝાવાતી પ્રચાર શરૂ કરશે
ગુજરાતના સ્થાપના દિવસ પહેલી મેથી જ વડાપ્રધાન મોદી રાજ્યમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કરશે. બીજી મેના રોજ તેઓ જૂનાગઢમાં પ્રચાર કરશે. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીમાં જનસભાને સંબોધન કરશે. તે ઉપરાંત બનાસકાંઠા અને આણંદ, સુરેન્દ્રનગર અને આણંદમાં પણ સભાઓ ગજવશે. વડાપ્રધાન વડોદરામાં જબરદસ્ત રોડ શો કરશે. વડાપ્રધાન ગુજરાત આવશે અને દરેક સભામાં ત્રણથી ચાર લોકસભા બેઠકો આવરી લે તેવું આયોજન કરવામાં આવ્યું હોવાનું ભાજપના સુત્રો જણાવી રહ્યાં છે.

પ્રિયંકા ગાંધી પણ ધરમપુરમાં સભા ગજવશે
કોંગ્રેસ નવસારીની વાંસદા બેઠકના વર્તમાન ધારાસભ્ય અનંત પટેલને ટિકિટ આપી છે. ત્યારે ઉમેદવારના પ્રચાર માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધી 27 એપ્રિલના રોજ ધરમપુરમાં આવી રહ્યા છે. ધરમપુરના દરબાર ગઢમાં પ્રિયંકા ગાંધી સવારે 10 વાગે સભાને સંબોધન કરશે. આ બાબતની જાણ કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી કરી છે.બીજી તરફ એવી પણ ચર્ચા છે કે પ્રિયંકા બાદ રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે આવી શકે છે.હિટ વેવને ધ્યાને રાખીને કોંગ્રેસના આગ્રણીઓ સવારે 10 વાગે સભાનું આયોજન કર્યું છે. અનંત પટેલે કહ્યું હતું કે,ધરમપુર, કપરાડા, વાંસદા અને ડાંગની આદિવાસી મહિલાઓ પ્રિયંકા ગાંધીનું સ્વાગત કરવા અને પ્રિયંકા ગાંધીને સાંભળવા તત્પર છે.

આ પણ વાંચોઃપ્રિયંકા ગાંધી ધરમપુરમાં 27 એપ્રિલે સભા ગજવશે, રાહુલ ગાંધી પણ ગુજરાત આવે તેવી શક્યતા

Back to top button