અમદાવાદની આ બેઠક માટે ભાજપના સીટીંગ ધારાસભ્ય વિવાદોમાં આવતા નહીં મળે ટિકિટ!
નરોડા વિધાનસભા બેઠક અમદાવાદ જિલ્લામાં આવે છે. આ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય બલરામ થાવાણી છે. બલરામ થાવાણી ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા છે. વર્ષ 2017માં બલરામ થવાણીએ કોંગ્રેસના નેતા ઓમપ્રકાશ દરોગાપ્રસાદને 60 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. હસમુખ પટેલ અમદાવાદ પૂર્વ હેઠળના આ સંસદીય મતવિસ્તારમાંથી સાંસદ છે. સાંસદ હસમુખ પટેલ ભાજપના સાંસદ છે. ગુજરાતમાં આ વર્ષના અંત સુધીમાં ચૂંટણી યોજાઈ શકે છે. જો કે આ ચૂંટણીમાં અમદાવાદની તમામ વિધાનસભા બેઠકો ખૂબ મહત્વની છે, પરંતુ નરોડા ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવે છે.
આ પણ વાંચો: જાણો શું છે મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ, PM મોદી કરાવશે શુભારંભ
માયા કોડનાની જેલમાં ગયા બાદ આ સીટ પર ભાજપની જીત થઇ
નરોડા વિધાનસભા બેઠક હિંદુ બહુમતી બેઠક માનવામાં આવે છે. અહીં સિંધી અને અનુસૂચિત જાતિના મતદારોની સંખ્યા ઘણી વધારે છે. 2002 ના ગુજરાત રમખાણો સમયે પણ આ બેઠક ઘણી ચર્ચામાં રહી હતી. વાસ્તવમાં ભાજપના નેતા માયાબેન કોડનાની આ બેઠક પર બે વખત ધારાસભ્ય હતા, પરંતુ નરોડા પાટિયા કેસમાં તેઓને સજા થઈ અને તે જેલમાં ગયા હતા. આ બેઠક પર લગભગ ત્રણ દાયકાથી ભાજપનો કબજો છે. માયા કોડનાની જેલમાં ગયા બાદ આ સીટ પર ભાજપની જીત થઇ હતી. અને ઉમેદવાર નિર્મલા વાધવાણી જીત્યા હતા અને વર્ષ 2017માં બલરામ થાવાણી અહીં જીત્યા હતા.
આ પણ વાંચો: ભૂપેન્દ્ર પટેલની સરકારે ખેડૂતો માટે લીધો હિતલક્ષી મહત્વનો નિર્ણય
બલરામ થાવાણીના સ્થાને નવા ચહેરાને તક અપાશે
એવી અટકળો છે કે પાર્ટી આ વખતે બલરામ થાવાણીના સ્થાને નવા ચહેરાને તક આપી શકે છે. બલરામ થાવાણી વિવાદોમાં રહે છે. જે કારણે નવા ચહેરાને તક મળશે. બલરામ થાવાણી પર તેમની ઓફિસમાં એક મહિલા પર હુમલો કરવાનો આરોપ હતો. એક પુલનું નામ પણ તેમણે તેનું નામ સિંધી ધર્મગુરુના નામ પરથી રાખ્યું હતું, જે બાદ એસટી સમુદાયના લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. આ વખતે પાર્ટી આ બેઠક પર નવા ચહેરાને મેદાનમાં ઉતારે તેવી આશંકા છે.