ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આજે 47 બેઠકના કેન્ડિડેટ અંગે ચર્ચા કરાશે, પ્રથમ દિવસે 58 સીટના ઉમેદવાર અંગે ચર્ચા કરાઈ

ગાંધીનગરઃ ભાજપની સંકલન સમિતિની પ્રથમ દિવસની બેઠકમાં 47 બેઠકના ઉમેદવારની યાદી તૈયાર કરવામાં આવ્યા બાદ બીજા દિવસની બેઠકમાં 58 બેઠકના ઉમેદવારો વિશે ચર્ચા કરવામાં આવશે. પાર્લામેન્ટરી બેઠકમાં વિધાનસભાની 58 બેઠકના ઉમેદવારોના બાયોડેટા વિશે ચર્ચા થયા બાદ બેઠકદીઠ 4 થી 5 નામ નક્કી કરવામાં આવશે. આ નામની યાદી ભાજપની કેન્દ્રિય પાર્લામેન્ટરીમાં મોકલવામાં આવશે, ત્યારબાદ ઉમેદવારોની ફાઈનલ યાદી તૈયાર થશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં બીજા દિવસે 58 બેઠક પર મંથન કરવામાં આવશે. આજે બીજા દિવસે ગાંધીનગર, મહેસાણા, અમરેલી, બોટાદ, ખેડા, નવસારી, ભરૂચ, જામનગરના ઉમેદવારો અંગે ચર્ચા કરવામાં આવશે, તો બીજા તબક્કામાં ચૂંટણી યોજાવાની છે તેવી અમદાવાદ જિલ્લાની 5 બેઠકોના ઉમેદવારો અંગે પણ મહત્વની ચર્ચા કરવામાં આવશે.

15 જિલ્લાના 57 બેઠકના ઉમેદવારની યાદી તૈયાર થશે
ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પ્રથમ દિવસે 47 બેઠકના ઉમેદવારની યાદી તૈયાર કરવામાં આવી. બીજા દિવસે ગાંધીનગર જિલાની 4 બેઠક, શહેરની 1 બેઠક, મહેસાણા જિલ્લાની 7 બેઠક, અમરેલી 5 બેઠક, બોટાદની 2 બેઠક, અમદાવાદ જિલ્લાની 5 બેઠક, ભાવનગર જિલ્લાની 2 બેઠક, ખેડાની 6 બેઠક, પંચમહાલ 5 બેઠક, નવસારી 4 બેઠક, ભરૂચ 5 બેઠક, જામનગર શહેરની 2 બેઠક, દેવભુમિ દ્વારકાની 2 બેઠકના ઉમેદવારના બાયોડેટાની ચર્ચા કરીને યાદી તૈયાર કરવામાં આવશે.

BJP PARLIAMENTRY BOARD MEETING
સમગ્ર રાજ્યમાં ભાજપમાંથી 4 હજારથી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે, ત્યારે ટિકિટ માટે મંથન પ્રક્રિયા ભાજપ માટે થોડી મુશ્કેલીવાળી બની છે.

પ્રથમ દિવસે 47 બેઠક માટે થઈ ચર્ચા
ભાજપની ચૂંટણી
સમિતિની બેઠકમાં પ્રથમ દિવસે 47 બેઠક પર વિસ્તારપૂર્વક ચર્ચા કરાઈ હતી. આ બેઠકમાં 13 શહેર અને જિલ્લા માટે મંથન કરવામાં આવ્યુ. જેમાં નિરીક્ષકોએ આપેલા 10-10 નામોની યાદી પર ચર્ચા થઈ. અમિત શાહે પ્રદેશ પાર્લામેન્ટરી સાથે અલગથી પણ બેઠક યોજી હતી. કમલમ ખાતે અમિત શાહ મુખ્યમંત્રી અને સી. આર. પાટીલ વચ્ચે પણ બેઠક થઈ હતી. ઉમેદવારોની પસંદગી માટે ભાજપની પ્રથમ દિવસની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 47 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોના નામ અંગે નિરીક્ષકો તથા જિલ્લાના હોદ્દેદારો સાથે ચર્ચા કરવામાં આવી.

પ્રથમ દિવસે  સૌથી વધુ  ચર્ચા બનાસકાંઠા જિલ્લા માટે થઈ હતી. બનાસકાંઠા જિલ્લામાં સાત પૈકી પાંચ બેઠકો કોંગ્રેસ પાસે છે. આ સાથે જ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાની ચર્ચા પૂર્ણ થઈ હતી. દક્ષિણ ઝોનમાં ડાંગ, વલસાડ વિધાનસભા બેઠકોની પણ ચર્ચા પૂર્ણ થઈ ચૂકી છે.

સ્વચ્છ છબી સાથે જ્ઞાતિ ફેક્ટર ધ્યાનમાં રખાશે
ભાજપ સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારને તક આપી શકે છે. ખાસ કરીને બેઠક પર જ્ઞાતિ આધારિત સમીકરણને ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ ઉપરાંત જીતી શકે અને વર્ચસ્વ ધરાવતા ઉમેદવારોને તક મળી શકે છે. મહિલા કાર્યકર્તાને પણ 2022 વિધાનસભામાં વધુમાં વધુ તક મળી શકે છે. ઉમેદવારની પસંદગીમાં પાટીદાર અને ઓબીસી ફેક્ટરને ખાસ ધ્યાન આપવામાં આવશે. દરેક ઝોનમાં અલગ અલગ સમીકરણો હોય છે, તે પ્રમાણે ઉમેદવારની પસંદગી થાય તેવી સંભાવના છે.

4 હજારથી વધુ ઉમેદવારોએ દાવેદારી કરી છેઃ ભાજપનો દાવો
સમગ્ર રાજ્યમાં ભાજપમાંથી 4 હજારથી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે, ત્યારે ટિકિટ માટે મંથન પ્રક્રિયા ભાજપ માટે થોડી મુશ્કેલીવાળી બની છે. જો કે ભાજપનું સ્પષ્ટ માનવુ છે કે જેને ટિકિટ આપવામાં આવશે તેની માટે ભાજપ સંગઠન એક જૂથ થઈ કામ કરશે.

Back to top button