- કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિ
- સાવલી-ડેસર તાલુકામાં વધુ એક વખત કોંગ્રેસનું ધોવાણ થયું
- વડોદરા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાશે
ભાજપનું ઓપરેશન લૉટસ: કોંગ્રેસના મોટા નેતાઓ ભાજપમાં જોડાવાનો સિલસિલો યથાવત છે. જેમાં વડોદરા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાશે. તેમાં કોંગ્રેસના નેતા હજારથી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે. તથા સાવલી-ડેસર તાલુકામાં વધુ એક વખત કોંગ્રેસનું ધોવાણ થયું છે.
આ પણ વાંચો: GSTમાં કૌભાંડોનો પડઘો વડાપ્રધાન કાર્યાલય સુધી પડ્યો, દિલ્હીથી ટાસ્ક સાથે IAS આવશે!
કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિ
કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિ ગુજરાત વિધાનસભા ચૂંટણી સમયથી ચાલી રહી છે. હવે લોકસભા ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે અનેક કોંગ્રેસના મોટા નેતાઓ અલવિદા કરવાની તૈયારીમાં છે. ગુજરાત કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડ્યું છે. અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળવંત ગઢવીએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ હોદ્દા પરથી રાજીનામુ આપ્યું છે. આ સાથે કોંગ્રેસ OBC મોરચા સેલના ચેરમેન ઘનશ્યામ ગઢવીએ રાજીનામુ આપ્યુ છે. આ બંને 200 થી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે.
આ પણ વાંચો: મતદાન પહેલા જ હોબાળો: માલદીવમાં સાંસદો વચ્ચે મારામારી, જુઓ વીડિયો
કોંગ્રેસમાં વધુ એક ગાબડું વડોદરા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીની ઘરવાપસી
કોંગ્રેસમાં વધુ એક ગાબડું વડોદરા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીની ઘરવાપસી. કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાશે. એક હજારથી વધુ કાર્યકરો સાથે ભાજપમાં જોડાશે. વડોદરાના સાવલી-ડેસર તાલુકામાં વધુ એક વખત કોંગ્રેસનું ધોવાણ થયું છે. ગુજરાતમાં ધનુર્માસ ઉતરતાની સાથે જ ફરી એકવાર ભાજપે ઓપરેશન લૉટસની શરૂઆત કરી દીધી છે. છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાત ભાજપે કેટલાંય મોટા કોંગ્રેસી નેતાઓને બીજેપીમાં સામેલ કર્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ: પ્રેમિકાએ કેમ મારી સાથે સંબંધ રાખતો નથી કહી પૂર્વ પ્રેમી પર કર્યો એસિડ એટેક
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો કેસરિયા ધારણ કરવાના છે
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો કેસરિયા ધારણ કરવાના છે. કોંગ્રેસના 2 પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાશે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા ભાજપમાં જોડાશે, આ ઉપરાંત બીજા નેતા તરીકે થોડાક સમય પહેલા ભાજપમાંથી જ કોંગ્રેસમાં ગયેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ પણ ઘરવાપસી કરશે. 2017માં ચિરાગ કાલરીયા જામજોધપુર બેઠક પરથી કોંગ્રેસની ટિકીટ પરથી ચૂંટણી જીત્યા હતા, જ્યારે બાલકૃષ્ણ પટેલ 2022માં ડભોઇ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહ્યાં હતાં.