MP-MLA સામેના પડતર કેસનો 15મી દિવસમાં રિપોર્ટ આપો તેમ હાઇકોર્ટે જણાવ્યું છે. જેમાં ફેબ્રુઆરી મહિનામાં રજિસ્ટ્રીએ હાઈકોર્ટને રિપોર્ટ રજૂ કર્યો હતો. તેમજ સુપ્રીમ કોર્ટમાં જવાબ રજૂ કરાયેલો છે અને ત્યાં 21 માર્ચે સુનાવણી હાથ ધરાશે. તથા છેલ્લા બે માસમાં રાજ્યની વિવિધ અદાલતોમાં 48 કેસ લિસ્ટ થયા છે.
આ પણ વાંચો: ગુજરાતનો પહેલો ISIS કેસ સામે આવ્યો, NIA કોર્ટે સજાનો ચુકાદો આપ્યો
સુપ્રીમ કોર્ટમાં જવાબ રજૂ કરાયેલો છે અને ત્યાં 21 માર્ચે સુનાવણી હાથ ધરાશે
સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ, ગુજરાત હાઈકોર્ટે સાંસદો અને ધારાસભ્યો સામેના પડતર કેસોના મુદ્દે કરેલી સુઓમોટો જાહેરહિતની અરજીમાં હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસની ખંડપીઠે નિર્દેશ આપ્યો છે કે હાઈકોર્ટની રજિસ્ટ્રી આ મુદ્દે સ્ટેટસ રિપોર્ટ પંદર માર્ચ સુધીમાં હાઈકોર્ટમાં રજૂ કરે. સુનાવણી દરમિયાન, હાઈકોર્ટની રજિસ્ટ્રી વતી રજૂઆત કરાઈ હતી કે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં જવાબ રજૂ કરાયેલો છે અને ત્યાં 21 માર્ચે સુનાવણી હાથ ધરાશે.
સાંસદો અને ધારાસભ્યો વિરૂધ્ધ સૌથી વધુ 13 કેસો અમદાવાદમાં પડતર
મહત્વનુ છે કે, ફેબ્રુઆરી માસમાં રજિસ્ટ્રીએ તેનો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરેલો. જેમાં જણાવેલુ કે, છેલ્લા બે માસમાં રાજ્યની વિવિધ અદાલતોમાં 48 કેસ લિસ્ટ થયા છે. આ લિસ્ટમાં સૌથી વધુ આઠ કેસો ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે છે. જેમાં, અમદાવાદમાં બે, જામનગર, લુણાવાડા, ગોધરા, પાટણ અને સુરતમાં એક-એક કેસ પડતર છે. હાલ સાંસદો અને ધારાસભ્યો વિરૂધ્ધ સૌથી વધુ 13 કેસો અમદાવાદમાં પડતર છે. છેલ્લા બે વર્ષમાં વર્તમાન ધારાસભ્યો અને સાંસદો સામેના પડતર કેસોમાં ઘટાડો થયો છે. વર્ષ 2020માં પડતર કેસોની સંખ્યા 93 હતી. તેની સરખામણીએ વર્ષ 2022માં આ કેસો ઘટીને 49 થયા છે.