દિલ્હી ચૂંટણી માટે બીજેપીની પ્રથમ યાદી જાહેર, જાણો કોણ કેજરીવાલ સામે ચૂંટણી લડશે
- 29 ઉમેદવારોની યાદીમાં 10 હાઈપ્રોફાઈલ સીટોનો સમાવેશ
નવી દિલ્હી, 4 જાન્યુઆરી, 2025: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આજે શનિવારે પ્રથમ યાદી જાહેર કરી છે. ભાજપની પ્રથમ યાદીમાં 29 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. માલવિયા નગરથી સતીષ ઉપાધ્યાય, ગાંધી નગરથી અરવિંદ સિંહ લવલી અને કાલકાજીથી રમેશ વિધુરીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. BJPએ નવી દિલ્હી બેઠક પરથી અરવિંદ કેજરીવાલ સામે પ્રવેશ વર્માને મેદાનમાં ઉતાર્યા છે.
भारतीय जनता पार्टी की केंद्रीय चुनाव समिति ने दिल्ली में होने वाले विधानसभा चुनाव-2025 के लिए निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की। pic.twitter.com/mzC3ZJgVZj
— BJP (@BJP4India) January 4, 2025
આ વખતે ભાજપે એવા નેતાઓની પણ કાળજી રાખી છે જેઓ અન્ય પક્ષોમાંથી ભાજપમાં આવ્યા છે. ભાજપે આમ આદમી પાર્ટીના રાજકુમાર આનંદ, રાજકુમાર ચૌહાણ અને કૈલાશ ગેહલોતને ટિકિટ આપીને સન્માનિત કર્યા છે. તે જ સમયે, કોંગ્રેસ પાર્ટીમાંથી આવેલા અરવિંદર સિંહ લવલીને પણ ગાંધી નગર બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. સાથે જ ઉલ્લેખનીય છે કે, આ વખતે BJPએ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોઈપણ સીએમ ચહેરા વગર જ જવાનો નિર્ણય કર્યો છે.
કોને ક્યાંથી ટિકિટ મળી?
ભાજપે આદર્શ નગરથી રાજ કુમાર ભાટિયા, બાદલીથી દીપક ચૌધરી, રિઠાલાથી કુલવંત રાણા, નાંગલોગઈ જાટથી મનોજ શોકીન, મંગોલપુરી (SC)થી રાજકુમાર ચૌહાણ, રોહિણીથી વિજેન્દ્ર ગુપ્તા, શાલીમાર બાગથી રેખા ગુપ્તા, મોડલ ટાઉનથી અશોક ગોયલ, કરોલ બાગ (SC) દુષ્યંત કુમાર ગૌતમ, પટેલ નગરથી રાજ કુમાર આનંદ, રાજૌરી ગાર્ડનથી સરદાર મનજિન્દર સિંહ સિરસા, જનકપુરીથી આશિષ સૂદ, બિજવાસનથી કૈલાશ ગેહલોત, નવી દિલ્હીથી પ્રવેશ સાહિબ સિંહ વર્મા, જંગપુરાથી સરદાર તરવિન્દર સિંહ મારવાહ, માલવિયા નગરથી સતીશ ઉપાધ્યાય, આર કે પુરમથી અનિલ શર્મા, મહરૌલીથી ગજેન્દ્ર યાદવ, છતરપુરથી કરતાર સિંહ તંવર, આંબેડકર નગર (SC)થી ખુશીરામ ચુનાર, કાલકાજીથી રમેશ બિધુરી, બદરપુરથી નારાયણ દત્ત શર્મા, પટપરગંજથી રવીન્દ્ર સિંહ નેગી, વિશ્વાસ નગરથી ઓમ પ્રકાશ શર્મા, કૃષ્ણા નગરથી અનિલ ગોયલ, ગાંધી નગરથી સરદાર અરવિંદર સિંહ લવલી, સીમાપુરી(SC)થી કુમારી રિંકુ, રોહતાસ નગરથી જીતેન્દ્ર મહાજન અને ઘોંડાથી અજય મહાવરને મેદાન ઉતાર્યા છે.
પ્રવેશ વર્મા નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી AAPના અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણી લડશે. ગાંધી નગરથી અરવિંદર સિંહ લવલીને ટિકિટ આપવામાં આવી છે. લવલી કોંગ્રેસના મોટા નેતા રહી ચૂક્યા છે, જે શીલા દીક્ષિતની સરકારમાં શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છે.
ટૂંક સમયમાં વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત થશે
આમ આદમી પાર્ટીએ દિલ્હીની તમામ 70 બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. કોંગ્રેસે પણ ઘણી બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. હવે ભાજપે પણ 29 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. સૂત્રોનું માનીએ તો ચૂંટણી પંચ ટૂંક સમયમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખની જાહેરાત કરી શકે છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં ચૂંટણી યોજાઈ શકે છે. દિલ્હીમાં છેલ્લા 10 વર્ષથી આમ આદમી પાર્ટીની સરકાર છે. ભાજપનો દાવો છે કે, આ વખતે તેઓ AAPને સત્તા પરથી હટાવીને સરકાર બનાવશે.
આ પણ જૂઓ: ‘દિલ્હીમાં પાણીના ખોટા બિલો માફ થશે’ ચૂંટણી પહેલા કેજરીવાલની મોટી જાહેરાત