રાજસ્થાન: ચૂંટણી અભિયાન-મેનિફેસ્ટો કમિટીમાંથી વસુંધરા રાજેની બાદબાકી; BJPની સ્પષ્ટતા
હમ દેખેગે ડેસ્ક ન્યૂઝ: રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના મોટા ચહેરામાં સામેલ વસુંધરા રાજે સિંધિયાને પાર્ટીએ મોટો આંચકો આપ્યો છે. ભાજપની ચૂંટણી સમિતિ અને ચૂંટણી ઢંઢેરા (મેનિફેસ્ટો) સમિતિમાં વસુંધરા રાજેનું નામ જ સામેલ નથી કરાયું. આ અહેવાલ આવ્યા બાદથી એવી અટકળો વહેતી થઈ છે કે ભાજપમાં પણ બધું યોગ્ય ચાલી રહ્યું નથી.
ભાજપ નેતા અને કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહ્લાદ જોશીએ કહ્યું, ‘વસુંધરા રાજે અમારા વરિષ્ઠ નેતા છે. અમે હંમેશાથી તેમને ઘણા કાર્યક્રમોમાં સામેલ કરતા રહ્યા છીએ અને આગળ પણ કરશું.’ એક ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, રાજેની ભૂમિકા વિશે પૂછાયેલા સવાલ પર પ્રદેશ પ્રભારી અરૂણ સિંહને કહ્યું કે બાકી તમામ વરિષ્ઠ નેતા પ્રચાર કરશે.
#WATCH वसुंधरा राजे हमारी वरिष्ठ नेता हैं…हमने उन्हें कई कार्यक्रमों में शामिल किया है और भविष्य में भी उन्हें हम शामिल करते रहेंगे: केंद्रीय मंत्री प्रह्लाद जोशी, जयपुर https://t.co/QzVJ47ZKxu pic.twitter.com/ezq8Xg5hz7
— ANI_HindiNews (@AHindinews) August 17, 2023
વસુંધરા રાજેથી કિનારો કરવો પાર્ટી અધ્યક્ષ જે.પી.નડ્ડાનું મોટું પગલું મનાઈ રહ્યું છે. ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા જારી કરવામાં આવેલી ‘રાજ્ય ચૂંટણી મેનેજમેન્ટ સમિતિ’ના સંયોજક નારાયણ પંચારિયાને બનાવાયા છે. પંચારિયા રાજ્ય સ્તરના ઉપાધ્યક્ષ અને પૂર્વ સાંસદ પણ છે.
આ પણ વાંચો-સોનાના ભાવમાં થયો ઘટાડો તો ચાંદીમાં આવી તેજી; જાણો સોના-ચાંદીના ભાવમા કેટલો થયો વધારો-ઘટાડો