ભાજપ દ્વારા કાર્યકર્તાઓ પાસે બુટલેગરની યાદી માંગતો પરિપત્ર સોશિયલ મીડિયામાં વાયરલ, જાણો શું છે સત્ય ?
આજે સવારથી સોશિયલ મીડિયામાં ફરી રહેલા પત્ર થી ભારતીય જનતા પાર્ટી અમદાવાદ શહેર સંગઠન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે વિધાનસભાની ચુંટણીમાં આરોપ અને પ્રત્યારોપ થતા હોય છે પરંતુ આ પરિપત્ર થી ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસને મોટો મુદ્દો મળી ગયો છે. પરિપત્રમાં સમર્થક બૂટલેગરોની યાદી બનાવવાની વાત કરવામાં આવી હોવાનું સામે આવી રહ્યું છે.
આ મુદ્દા પર કોંગ્રેસના પ્રવકતા મનીષ દોશી એ ભાજપ બૂટલેગરો થી ચૂંટણી જીતતી હોવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ ને મોટો ચૂંટણી મુદ્દો મળીને આવનારા દિવસોમાં જનતા સામે પણ લઈ જઈ શકે છે. આ ઉપરાંત મનીષ દોશી દ્વારા એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છેકે પાર્ટી દ્વારા અસંતોષ લોકોને પણ મનાવવાની વાત કરતાં હોવાની વાત કહેવામાં આવી છે.
આ પણ વાંચો : કોંગ્રેસમાંથી વેવાઈને ટિકિટ ન આપતા નારાજ ભગા બારડે કેસેરિયો ધારણ કરી લીધો
ચૂંટણીના પ્રચાર વચ્ચે ભાજપના કાર્યકર્તાઓની સૂચના તેમજ તેમને કરવાની કામગીરી માટેનો વ્યવસ્થા પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં કાર્યકર્તાઓને વિવિધ સૂચના આપવામાં આવી છે. આ વચ્ચે પરિપત્રનો મુદ્દા નંબર 13 સૌથી વધુ ચર્ચામાં આવ્યો છે અને તેના પર શહેર પ્રમુખે બચાવ પણ કરવો પડ્યો છે.
અમદાવાદ શહેર ભાજપ પ્રમુખને આપવો પડ્યો ખુલાશો
પત્ર મીડિયામાં વાયરલ થતાં શહેર પ્રમુખ અમિત શાહ બચાવની સ્થિતિમાં આવી ગયા છે. જેના અંગે તેમને જણાવ્યું હતું કે, આ પરિપત્ર માં છેડછાડ કરવા માં આવી છે. અમે બૂટલેગરો સામે પોલીસને એકશન લેવા માટે જણાવ્યું હતું પરતું તેમાં ચેડાં કરી ને ખોટો પત્ર વાયરલ કરવા માં આવ્યો છે. લોકો તેનો ખોટો ઉપયોગ કરી રહ્યા છે.