ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ભાજપનો મોટો નિર્ણય, તાલુકા-જિલ્લા પ્રમુખ બનવા માટે ઉંમર મર્યાદા કરાઈ નક્કી

Text To Speech
  • કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળી
  • બેઠકમાં વર્ચ્યુઅલી દિલ્હીના ભાજપના નેતા પણ જોડાયા
  • તાલુકા પ્રમુખ બનવા માટે 40 વર્ષ ઉંમરની મર્યાદા

ભાજપનો મોટો નિર્ણય સામે આવ્યો છે. જેમાં હવે તાલુકા-જિલ્લા પ્રમુખ બનવા માટે ઉંમર મર્યાદા નક્કી કરાઈ છે. તેમાં ગાંધીનગરના ભાજપના કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.

બેઠકમાં સંગઠન અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચર્ચા થઈ

બેઠકમાં સંગઠન અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે ભાજપે તાલુકા અને જિલ્લા પ્રમુખ બનવા માટેની ઉંમર મર્યાદા નક્કી કરાઈ હોવાનું માહિતી મળી છે. જેમાં ભાજપના કમલમ ખાતે નવા સંગઠનને લઈને બેઠક યોજાઈ હતી. જેમાં વર્ચ્યુઅલી દિલ્હીના ભાજપના નેતા પણ જોડાયા હતા.

તાલુકા પ્રમુખ બનવા માટે 40 વર્ષ ઉંમરની મર્યાદા

બેઠકમાં તાલુકા પ્રમુખ બનવા માટે 40 વર્ષ અને જિલ્લા પ્રમુખ બનવા માટે 60 વર્ષની ઉંમરની મર્યાદા નક્કી કરવામાં આવી. આ ઉપરાંત, 30 નવેમ્બર સુધી કમિટી બનાવવા અને આગામી દિવસોમાં મંડળની રચના કરવા માટે ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ગુજરાતના વિવિધ વિસ્તાર કાતિલ ઠંડીની લપેટમાં આવ્યા, લઘુત્તમ તાપમાન 15.6 ડિગ્રીથી નીચે

Back to top button